કોરોના-સંક્રમિત લોકો માટે મદદે આવ્ય‍ાં શાહિદ અને મીરા

02 May, 2021 02:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગિવ ઇન્ડિયા સાથે હાથ મિલાવીને શાહિદ કપૂર અને મીરા રાજપૂતે કોરોનાપીડિતોની મદદ કરવાની પહેલ કરી છે.

શાહિદ અને મીરા

ગિવ ઇન્ડિયા સાથે હાથ મિલાવીને શાહિદ કપૂર અને મીરા રાજપૂતે કોરોનાપીડિતોની મદદ કરવાની પહેલ કરી છે. એ પહેલમાં જોડાવા માટે લોકોને યથાશક્તિ ડોનેટ કરવાની તેમણે અપીલ કરી છે. આજે દેશમાં ઑક્સિજનની સાથે અનેક મૂળભૂત સુવિધાની અછત નિર્માણ થઈ છે. એથી જરૂરિયાતમંદની મદદ કરવા માટે કેટલીય સેલિબ્રિટીઝ આગળ આવી છે. એ કડીમાં મીરા રાજપૂત અને શાહિદ કપૂર પણ મદદ કરી રહ્યાં છે. આ પહેલ વિશેની માહિતી આપતાં એક વિડિયો મીરાએ શૅર કર્યો હતો એમાં મીરા કહી રહી છે કે ‘બ્રીધ ફૉર ઇન્ડિયા અને બિલ્યન બ્રીધ મૂવમેન્ટ હેઠળ ફન્ડ જમા કરવામાં આવશે. એ પૈસાનો ઉપયોગ ઑક્સિજન સપ્લાય અને કોવિડ રિલીફ માટે કરવામાં આવશે. આ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને મીરાએ કૅપ્શન આપી હતી, ‘બિલ્યન બ્રીધ મૂવમેન્ટ ફૉર ઇન્ડિયા અને બિલ્યન બ્રીધ મૂવમેન્ટ. આજે આપણે ખૂબ ઝડપથી ફેલાતા કોવિડ-19 વાઇરસનો સામનો કરી રહ્યા છીએ. ભારત, આપણું ઘર, આપણું દિલ આજે પીડાઈ રહ્યું છે. આપણે સૌએ જેના તરફ અત્યાર સુધી દુર્લક્ષ કર્યું એ શ્વાસ એટલે કે ઑક્સિજન છે. એ આપણો મૂળભૂત અધિકાર હવે લાખો લોકો માટે એક અસામાન્ય બાબત બની ગઈ છે. ગિવ ઇન્ડિયા સાથે હાથ મિલાવીને બિલ્યન બ્રીધ મૂવમેન્ટ શરૂ કરીને ભારતને સપોર્ટ કરવા માટે એક થયા છીએ. આ એક વૈશ્વિક સંસ્થા છે, જે વર્તમાનમાં ફન્ડ્સ ઊભું કરીને ઑક્સિજન સપ્લાય અને કોવિડ રિલીફ વર્ક કરે છે.  ૩૦ એપ્રિલથી ૯ મે સુધી $ 100K ભેગા કરવાનો ટાર્ગેટ છે. જેથી ઑક્સિજન સપ્લાય કરવામાં આવશે. ગિવ ઇન્ડિયા વૈશ્વિક ડોનેશન્સનું માધ્યમ છે અને પારદર્શિતામાં માને છે. બ્રીધ ફૉર ઇન્ડિયા ઃ પૉઝિટિવ મૂવમેન્ટ, ૧ મેથી પાંચમી મે સુધી લોકોને આમંત્રણ આપે છે કે દરરોજ અમારી સાથે ૧૦ મિનિટનો સમય કાઢો. એ દરમ્યાન આપણે સાથે થંભીને, શ્વાસ લઈને આગળ વધીશું. તમારા ફિઝિકલ અને મેન્ટલ સ્વાસ્થ્ય માટે સમય ફાળવો. તમારા પર જે પણ તાણા હોય એને થોડા સમય માટે બાજુએ મૂકો અને ફરીથી સ્ટ્રૉન્ગ બનીને એનો સામનો કરો. બ્રીધૉફોર ઇન્ડિયા ઃ કમ્યુનિટી ઃ ૭ મેથી ૮ મે સુધી ઍથ્લિટફ્રીકના મોહનીશ વાધવાની દર એક કલાકે ૨૪ કલાક માટે ૧ માઇલ સુધી દોડીને લોકોને આ મેસેજ આપશે. એ મારફત સમાજને એક કરશે. આપણે સાથે રહીને વધુ સ્ટ્રૉન્ગ બનીશું. બિલ્યન+ સ્ટ્રૉન્ગ. કોઈ આપણા જોશને તોડી નહીં શકે. આપણે દરેક શ્વાસની સાથે ભારતને આપણાં દિલોમાં આપણા વિચારો અને પ્રાર્થનાઓમાં ઘબકતું રાખીએ છીએ. તમે વિશ્વમાં ક્યાંય પણ રહેતા હો, ડોનેટ કરો.’

shahid kapoor mira rajput bollywood news entertainment news