ઍબ્સ દેખાડતાં શરમાતો હતો શાહરુખ : કોરિયોગ્રાફર બૉસ્કો

24 December, 2022 06:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોરિયોગ્રાફર બૉસ્કો માર્ટિસે જણાવ્યું છે કે ‘પઠાન’ ફિલ્મના ‘ઝુમે જો પઠાન’ ગીતમાં શાહરુખ ખાન તેની ઍબ્સ દેખાડતાં શરમાતો હતો

ઍબ્સ દેખાડતાં શરમાતો હતો શાહરુખ

કોરિયોગ્રાફર બૉસ્કો માર્ટિસે જણાવ્યું છે કે ‘પઠાન’ ફિલ્મના ‘ઝુમે જો પઠાન’ ગીતમાં શાહરુખ ખાન તેની ઍબ્સ દેખાડતાં શરમાતો હતો. આ ફિલ્મ આવતા વર્ષે પચીસ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. ફિલ્મમાં તેની સાથે દીપિકા પાદુકોણ અને જૉન એબ્રાહમ પણ જોવા મળશે. શાહરુખ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને બૉસ્કો માર્ટિસે કૅપ્શન આપી હતી, ‘એમાં કોઈ શંકા નથી કે મારા ઇન્સ્ટાપેજની આ બેસ્ટ ફિલ્મ છે. આ ફોટોને લઈને હું લકી છું. હું જાણું છું કે આ ફોટો ક્લિક કરવા માટે અને સર, તમારી ઍબ્સ દેખાડવા માટે તમે શરમાતા હતા. આ આજીવન મારા માટે ખજાનો રહેશે. મારાં મૂવ્ઝને સારી રીતે કરવા માટે અને આ ફોટો માટે શાહરુખ ખાન, થૅન્ક યુ. આ બધાનું શ્રેય પૂજા દાદલાણીને જાય છે. આશા છે કે બધા ‘પઠાન’ને એન્જૉય કરશે. દીપિકા પાદુકોણ, તું ગ્લૅમરનું ઉત્તમ ઉદાહરણ છે. શાઇનિંગ અને સુપર હૉટ દેખાય છે. મારી ટીમને શુભેચ્છા.’

આ પણ વાંચો: ઝૂમે જો પઠાન ગીત થયું વાયરલ, 30 મિનિટમાં 1 મિલિયન વ્યૂઝ, SRKએ પૂછ્યો પ્રશ્ન

bollywood news Shah Rukh Khan pathaan