શાહરૂખની હિટ ફિલ્મ 'બાઝીગર'માં પત્ની ગૌરી ખાને ભજવ્યો હતો મહત્વનો આ રોલ

13 September, 2019 10:40 AM IST  |  મુંબઈ

શાહરૂખની હિટ ફિલ્મ 'બાઝીગર'માં પત્ની ગૌરી ખાને ભજવ્યો હતો મહત્વનો આ રોલ

બાઝીગર

શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાનને અત્યાર સુધી બધા એક ઈન્ટિરિયર ડિઝાઈનર તરીકે જાણતા હતા. ગૌરી ઘણી ક્રિએટિવ છે અન ઈન્ટિરિયર ડિઝાઈનિંગના બિઝનેસમાં છે, પણ શું તમે જાણો છો કે શાહરૂખના કરિયરની શરૂઆતની ફિલ્મ બાઝીગરમાં ગૌરીએ એક મહત્વની ભૂમિકા ભજવી હતી, પણ આ રોલ પડદાની પાછળ હતો. ગૌરીએ આ સીક્રેટનો ખુલાસો કર્યો છે.

બાઝીગરનું સુપરહિટ ગીત 'યે કાલી કાલી આંખે' તમને યાદ હશે, જેમાં કિંગ ખાનની હિરોઈન કાજોલની સાથે નાચતા નજર આવે છે. ગૌરીનો રોલ આ ગીતમાં જ હતો. હકીકતમાં ગૌરીએ આ ગીતમાં શાહરૂખ ખાન દ્વારા પહેરવામાં આવેલો કૉસ્ચ્યૂમ ડિઝાઈન કર્યો હતો. ગૌરીએ ગીતનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શૅર કરતા લખ્યું- ખાતરી નથી થતી, 90ના દાયકામાં આ લૂક મેં જ ડિઝાઇન કર્યો હતો. જીન્સ, લેગવૉર્મર ટી, બુલેટ બેલ્ટ અને લાલ શર્ટ. હાથથી પેન્ટ કરવામાં આવેલી આ જીન્સ માટે ફેવરિટ છે. ગૌરી ખાન ડિઝાઈનમાં લાંબો પ્રવાસ નક્કી કર્યો છે. ગૌરીની આ પોસ્ટ લોકોને ઘણી પસંદ આવી રહી છે.

આ પણ વાંચો : Box Office Collection:ચાલી Chhichhore કોલેજિયનોની મસ્તી, આટલી કરી કમાણી

જણાવી દઈએ કે 1993માં રિલીઝ થયેલી બાઝીગરને અબ્બાસ મસ્તાને ડિરેક્ટ કરી હતી. આ તે જમાનાની હિટ સસ્પેન્સ-થ્રિલર રિવેન્જ ડ્રામા ફિલ્મ છે. ફિલ્મથી શિલ્પા શેટ્ટીએ પોતાના બૉલીવુડ કરિયરની શરૂઆત કરી હતી, જ્યારે કાજોલ ફીમેલ લીડ રોલમાં હતી. શાહરૂખ ખાને ફિલ્મમાં એન્ટ્રી હીરોનો રોલ ભજવ્યો હતો, જે પોતાના પરિવારને બર્બાદ કરનારા વિલનની દીકરી સાથે પ્રેમનો નાટક કરે છે. બાઝીગરનું સંગીત પણ ઘણું લોકપ્રિય થયું હતું, ખાસ કરીને આ 'કાલી-કાલી આંખે' ગીત. આ ગીતને અનુ મલિક અને કુમાર શાનૂએ અવાજ આપ્યો હતો. બાઝીગર આજે પણ શાહરૂખ ખાનના કરિયરની બેસ્ટ ફિલ્મોમાં સામેલ છે.

baazigar Shah Rukh Khan kajol gauri khan shilpa shetty bollywood news