જર્મનીમાં ‘કેજીએફ 2’નો રેકૉર્ડ તોડ્યો ‘પઠાન’ ફિલ્મે

18 January, 2023 04:23 PM IST  |  Berlin | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મનું ઇન્ડિયામાં ઍડ્વાન્સ બુકિંગ ૨૦ જાન્યુઆરીએ શરૂ થઈ રહ્યું છે

યશ ઇન કેજીએફ 2

શાહરુખ ખાનની ‘પઠાન’ ફિલ્મે જર્મનીમાં ‘કેજીએફ 2’નો રેકૉર્ડ તોડ્યો છે. આ ફિલ્મનું ઇન્ડિયામાં ઍડ્વાન્સ બુકિંગ ૨૦ જાન્યુઆરીએ શરૂ થઈ રહ્યું છે. જોકે દુનિયાના અન્ય દેશમાં આ ફિલ્મનું ઍડ્વાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. જર્મનીમાં એક મહિના પહેલાં આ ફિલ્મનું ઍડ્વાન્સ બુકિંગ શરૂ થયું હતું. યશની ‘કેજીએફ 2’એ જર્મનીમાં જે લાઇફટાઇમ ક્લેક્શન કર્યું છે એના કરતાં વધુ શાહરુખની ઍડ્વાન્સ બુકિંગ થઈ ગઈ છે. આ ફિલ્મ ઓપનિંગ વીક-એન્ડમાં ૨.૬૫ કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કરશે એવી આશા રાખવામાં આવી રહી છે. જોકે હવે એ લાઇફટાઇમ કેટલો બિઝનેસ કરે છે એ જોવું રહ્યું.

entertainment news bollywood news bollywood gossips bollywood pathaan south india Shah Rukh Khan germany