સપરિવાર લાલબાગચા રાજાનાં દર્શન કરવા પહોંચેલો શાહરુખ ખાન આવી ગયો લોકોની નજરમાં

23 September, 2026 03:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગણેશોત્સવ દરમ્યાન શાહરુખ ખાન પત્ની ગૌરી, દીકરી સુહાના અને મૅનેજર પૂજા દાદલાની સાથે લાલબાગચા રાજાના દર્શને પહોંચ્યો હતો. આ દરમ્યાન શાહરુખ પૂજાના દુપટ્ટાથી ચહેરો લૂછતો વિડિયો વાઇરલ થતાં સોશ્યલ મીડિયા પર ચર્ચા થઈ હતી.

શાહરુખ ખાન ફેમિલી

શાહરુખ ખાન ગણેશોત્સવ દરમ્યાન સોમવારે બાપ્પાના આશીર્વાદ લેવા પ્રસિદ્ધ લાલબાગચા રાજાના પંડાલમાં પહોંચ્યો હતો. આ પ્રસંગે તેની સાથે પત્ની ગૌરી ખાન, દીકરી સુહાના ખાન અને વર્ષો જૂની મૅનેજર પૂજા દાદલાણી પણ હતાં.
શાહરુખની આ મુલાકાત દરમ્યાન એક ખાસ ક્ષણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા એક વિડિયોમાં શાહરુખ પોતાની મૅનેજર પૂજાના દુપટ્ટાથી ચહેરો લૂછતો જોવા મળ્યો હતો. એ સમયે ગૌરી અને સુહાના પણ તેમની નજીક ઊભાં હતાં. આ સામાન્ય લાગતી ક્ષણ બાદ કેટલાક લોકોએ સોશ્યલ મીડિયામાં સવાલ કર્યો હતો કે શાહરુખે પત્ની ગૌરી અથવા દીકરી સુહાનાના દુપટ્ટાનો ઉપયોગ કેમ ન કર્યો? જોકે કેટલાક ચાહકો પણ શાહરુખના સમર્થનમાં આવ્યા હતા અને વળતી દલીલ કરી હતી કે શાહરુખ અને પૂજા વચ્ચે લાંબા સમયથી નજીકનો પ્રોફેશનલ સંબંધ છે તેમ જ આ એક સ્વાભાવિક અને અચાનક બનેલી ક્ષણ હતી જેનું વિશ્ળેષણ કરવાની જરૂર નથી.

Shah Rukh Khan suhana khan gauri khan ganesh chaturthi entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood