પાસપોર્ટ પાછો મળી જાય એવી અપીલ કરી છે આર્યન ખાને

02 July, 2022 02:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડ્રગ્સના કેસમાં ગયા વર્ષે આર્યનની ધરપકડ કરવામાં આવી હતી

આર્યન ખાન

આર્યન ખાને કોર્ટમાં અરજી કરી છે કે તેનો પાસપોર્ટ તેને પાછો મળી જાય. ડ્રગ્સના કેસમાં ગયા વર્ષે આર્યનની ધરપકડ કરવામાં આવી હતી અને તપાસ દરમ્યાન નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ તેનો  પાસપોર્ટ જપ્ત કર્યો હતો. જોકે તપાસ બાદ આર્યનને ક્લીન ચિટ આપવામાં આવી છે. એનસીબીએ પૂરતા અભાવને કારણે આર્યનની સાથે અન્ય પાંચને પણ મુક્ત કર્યા હતા. હવે ગુરુવારે નાર્કોટિક્સ ડ્રગ્સ ઍન્ડ સાઇકોટ્રોપિક સબ્સ્ટન્સિસ કોર્ટમાં આર્યને પાસપોર્ટ પાછો આપવાની અપીલ કરી છે. આ મામલાની આગામી સુનાવણી ૧૩ જુલાઈએ થવાની છે. કોર્ટે સાથે જ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોને જવાબ દાખલ કરવાના આદેશ આપ્યા છે.

entertainment news bollywood bollywood news bollywood gossips aryan khan