‘મન્નત’ની બહાર લાગી ઝગમગતી નેમપ્લેટ

22 November, 2022 02:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શાહરુખના ફૅન્સ તેના બાંદરાના બંગલાની આ નેમપ્લેટ અને ગેટ પાસે ઊભા રહીને સેલ્ફી લેતા હોય છે

‘મન્નત’ની બહાર લાગી ઝગમગતી નેમપ્લેટ

શાહરુખ ખાનના બંગલા ‘મન્નત’ની બહાર ઝગમગતી નેમપ્લેટ જોવા મળી રહી છે. થોડા સમય અગાઉ આ નેમપ્લેટ રિપેર કરવા માટે હટાવવામાં આવી હતી. હવે ફરીથી એને નવા રૂપરંગ સાથે મૂકવામાં આવી છે. શાહરુખના ફૅન્સ તેના બાંદરાના બંગલાની આ નેમપ્લેટ અને ગેટ પાસે ઊભા રહીને સેલ્ફી લેતા હોય છે. એવામાં આ ડાયમન્ડથી સજાવાયેલી નેમપ્લેટ પાસે ઊભા રહીને ફોટો ક્લિક કરીને ફૅન્સની ખુશીમાં અનેકગણો ઉમેરો થશે. બંગલાની બહાર બે નેમપ્લેટ ડાયમન્ડથી સજાવાઈ છે. એક પર મન્નત લખેલું છે અને એક પર લૅન્ડ્સએન્ડ લખેલું છે. પહેલાં આ નેમપ્લેટ બ્લૅક હતી અને હવે એ શિમરી ડાયમન્ડની છે.

mannat Shah Rukh Khan entertainment news bollywood news bollywood gossips bollywood