સિદ્ધાર્થ આનંદની દીપિકા સાથેની આગામી ફિલ્મમાં પઠાણ બનશે શાહરુખ?

08 August, 2020 06:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સિદ્ધાર્થ આનંદની દીપિકા સાથેની આગામી ફિલ્મમાં પઠાણ બનશે શાહરુખ?

શાહરુખ ખાન તેની આગામી ફિલ્મમાં પઠાણ બનવાનો છે એવી ચર્ચા ચાલી રહી છે. સિદ્ધાર્થ આનંદની આ ફિલ્મનું નામ હાલપૂરતું ‘પઠાન’ રાખવામાં આવ્યું છે. 2018માં આવેલી ‘ઝીરો’ બાદથી શાહરુખે કોઈ ફિલ્મ સાઇન નથી કરી. તેને ઍક્શન ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા હતી. આ ફિલ્મ પણ શાનદાર ઍક્શનથી ભરપૂર છે એવી ચર્ચા છે. શાહરુખનો રોલ લાર્જર-ધૅન-લાઇફવાળો કહી શકાય. શાહરુખની સાથે દીપિકા પાદુકોણ પણ જોવા મળવાની છે. હાલમાં ફિલ્મનું પ્રી-પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે. શૂટિંગ નવેમ્બરમાં શરૂ થાય એવી શક્યતા છે.

entertainment news bollywood bollywood news bollywood gossips upcoming movie Shah Rukh Khan deepika padukone