હૉટેસ્ટ ‘પઠાન’

26 September, 2022 03:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યશરાજ ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી આ ફિલ્મનું દર મહિનાની પચીસ તારીખે કંઈને કંઈ શૅર કરવામાં આવે છે.

શાહરુખ ખાન

શાહરુખ ખાને હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર તેની ‘પઠાન’નો એક ફોટો શૅર કર્યો છે. આ ફોટોમાં તે ટૉપલેસ જોવા મળી રહ્યો છે. યશરાજ ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી આ ફિલ્મનું દર મહિનાની પચીસ તારીખે કંઈને કંઈ શૅર કરવામાં આવે છે. ગઈ કાલે ૨૫ સપ્ટેમ્બર હોવાથી શાહરુખનો લુક શૅર કરવામાં આવ્યો હતો. શાહરુખે ‘સિલસિલા’ની સ્ટાઇલમાં આ ફોટો શૅર કરીને કૅપ્શન આપી હતી કે ‘હું આજે મારા શર્ટને કહી રહ્યો છું કે – તુમ હોતી તો કૈસા હોતા... તુમ ઇસ બાત પે હૈરાન હોતી, તુમ ઇસ બાત પે કિતની હંસતી... તુમ હોતી તો ઐસા હોતા. હું પણ ‘પઠાન’ની રાહ જોઈ રહ્યો છું.’

entertainment news bollywood news bollywood gossips bollywood Shah Rukh Khan upcoming movie yash raj films