Sacred Games 2: જ્યારે અપશબ્દો ન બોલી શક્યા પંકજ ત્રિપાઠી, જુઓ વીડિયો

18 August, 2019 03:03 PM IST  |  મુંબઈ ડેસ્ક

Sacred Games 2: જ્યારે અપશબ્દો ન બોલી શક્યા પંકજ ત્રિપાઠી, જુઓ વીડિયો

પંકજ ત્રિપાઠી

નવાઝુદ્દીન સિદ્દીકી અને સૈફ અલી ખાન સ્ટારર વેબ સીરીઝ સેક્રેડ ગેમ્સનો બીજો ભાગ રીલીઝ થઈ ચૂક્યો છે. પહેલા ભાગની જેમ બીજો ભાગ પણ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ વખતે સૈફ અલી ખાન અને નવાઝુદ્દીન સિદ્દીકી સાથે પંકજ ત્રિપાઠી પણ છે અને પંકજ ત્રિપાઠી ગુરુજીની ભૂમિકા ભજવી રહ્યા છે. નેટફ્લિક્સે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પંકજ ત્રિપાઠીનો એક ઑડિશનનો ફની વીડિયો શૅર કર્યો છે અને કહ્યું છે કે ક્યારેક ક્યારેક એક પાત્ર તેના કલાકારની પસંદગી કરતો હોય છે.

આ વીડિયોમાં દેખાય છે કે પંકજ ત્રિપાઠી ઑડિશન માટે ઉભા છે અને તેમની સામે કેમેરો છે. પહેલા તે ગાએતોંડેના રોલ માટે એક્ટિંગ કરવાનો પ્રયત્ન કરે છે અને રિજેક્ટ થઈ જાય છે. તેના પછી તે બંટીના પાત્ર માટે એક્ટિંગ કરવાનો પ્રયત્ન કરે છે, પણ બંટીના પાત્રમાં અપશબ્દો વધારે હોવાથી તે આ પાત્ર પણ નથી કરી શકતા.

ત્યાર બાદ પંકજ ત્રિપાઠીને ગુરુજીના પાત્ર માટે એક્ટિંગ કરવાનું કહેવામાં આવે છે અને પંકજ ત્રિપાઠી સારી રીતે ગુરુજીના ડાયલૉગ્સ બોલે છે. પંકજ ત્રિપાઠીના ડાયલૉગ સાંભળીને બધાં જ ક્રૂ મેમ્બર તેમની સામે ભક્તની જેમ આવીને બેસી જાય છે. તો એક ક્રૂ મેમ્બર નક્કી કરે છે કે ગુરુજી મળી ગયા છે. આ એક ફની વીડિયો છે. જે નેટફ્લિક્સે શૅર કર્યો છે.

આ પણ વાંચો : નીરવ બારોટ: જાણો આ લોકગાયકની સફળતાની કહાની

જણાવીએ કે 'સેક્રેડ ગેમ્સ'ની બીજી સીઝનમાં પંકજ એક ધાર્મિક ગુરુના પાત્રમાં જોવા મળે છે. પંકજ ત્રિપાઠીએ આ પાત્ર માટે પહેલા કહ્યું કે, "આ ખૂબ જ મુશ્કેલ પાત્ર હતું, કારણકે તેના ભાવ પડદા પર લાવી શકવા સરળ ન હતાં. મેં ક્યારેય આધ્યાત્મિક ગુરુનું પાત્ર ભજવ્યુ ન હતું, ન તો એવા ગુરુને ક્યારેય મળ્યો છું. હું કોઇ એવા ગુરુને નજીકથી ઓળખતો પણ નથી. એવામાં આ એક નવી વસ્તુ હતી, જે મારે વિશ્વ સામે લાવવાની હતી."

pankaj tripathi