24 November, 2026 02:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સારા તેન્ડુલકર અને રાજવીર દેઓલ
સોશ્યલ મીડિયા પર એવી ચર્ચા ચાલી રહી છે કે ક્રિકેટર સચિન તેન્ડુલકરની દીકરી સારા તેન્ડુલકર આવતા વર્ષે સની દેઓલના નાના દીકરા રાજવીર દેઓલ સાથે લગ્ન કરવાની છે. જોકે આ વાતને કોઈ સત્તાવાર સમર્થન નથી મળ્યું, પણ સારાની નજીકની વ્યક્તિએ સ્પષ્ટતા કરી છે કે સારા અને રાજવીર ક્યારેય એકબીજાને મળ્યાં પણ નથી. આ વ્યક્તિએ વિશેષમાં જણાવ્યું છે કે સારા હાલમાં સિંગલ છે અને પોતાના કામ પર ધ્યાન આપી રહી છે.
આ ચર્ચા વિશે સ્પષ્ટતા કરતાં સારાની નજીકની વ્યક્તિએ જણાવ્યું હતું કે ‘આ અફવાઓમાં કોઈ સચ્ચાઈ નથી. સારા અને રાજવીર ક્યારેય એકબીજાને મળ્યાં પણ નથી. સારા સિંગલ છે અને પોતાના કામ પર ધ્યાન આપી રહી છે. આ અટકળો સાવ બિનજરૂરી અને પરેશાન કરનારી છે. સારા આ અફવાઓ પર ક્યારેય પ્રતિક્રિયા નહીં આપે, કારણ કે તે પોતાની ગરિમા જાળવી રાખવા માગે છે અને શાલીનતાથી વર્તવાનું પસંદ કરે છે.’