‘અય મેરે વતન’નું શૂટિંગ પૂરું કર્યું સારાએ

19 December, 2022 03:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મમાં તેની સાથે વરુણ ધવન પણ લીડ રોલમાં દેખાશે

સારા અલી ખાન

સારા અલી ખાને ‘અય મેરે વતન’નું શૂટિંગ પૂરું કરી લીધું છે. આ ફિલ્મમાં તેની સાથે વરુણ ધવન પણ લીડ રોલમાં દેખાશે. આ ફિલ્મ ૧૯૪૨ના ભારત છોડો આંદોલન પર આધારિત છે. ફિલ્મમાં સારા સ્વતંત્રતા સેનાનીના રોલમાં દેખાવાની છે. ફિલ્મને કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સે પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મનું શૂટિંગ પૂરું કરી લીધા બાદ તેણે એક રૅપ-અપ પોસ્ટ ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરી હતી. એ વખતે કેક-કટિંગ પણ કરવામાં આવ્યું હતું. કેક પર લખ્યું હતું ‘ઇટ્સ એ રૅપ. ટ્યુન-ઇન-ટુ 42.34.’ સાથે જ ટીમ સાથેનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને સારાએ કૅપ્શન આપી હતી, ‘‘અય મેરે વતન’. ઇટ્સ એ રૅપ.’

entertainment news bollywood news bollywood sara ali khan bollywood gossips upcoming movie varun dhawan