28 April, 2023 03:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સારા અલી ખાન
સારા અલી ખાને મુંબઈ મેટ્રોમાં પ્રવાસ કર્યો હતો. થોડા દિવસો અગાઉ હેમા માલિનીએ પણ ટ્રાફિકથી બચવા માટે મેટ્રોની યાત્રા કરી હતી અને એની પ્રશંસા પણ ખૂબ કરી હતી. સાથે જ લોકોએ તેમની સાથે સેલ્ફી પણ લીધો હતો. હાલમાં સારા ‘મેટ્રો ઇન દિનોં’માં કામ કરી રહી છે. અનુરાગ બાસુની આ ફિલ્મમાં તેની સાથે આદિત્ય રૉય કપૂર પણ જોવા મળશે. સારાએ મેટ્રોમાં ટ્રાવેલ કરતી એક નાનકડી ક્લિપ શૅર કરી હતી. એમાં તે વાઇટ અને પિન્ક આઉટફિટમાં દેખાય છે. સાથે જ તેણે સ્પેક્સ પણ પહેર્યા છે. આ ક્લિપને ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને સારાએ કૅપ્શન આપી હતી, ‘મેં કદી નહોતું વિચાર્યું કે હું અનુરાગ બાસુ અને આદિત્ય રૉય કપૂર પહેલાં મુંબઈ મેટ્રોમાં યાત્રા કરીશ.’