25 April, 2023 03:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સારા અલી ખાન
સારા અલી ખાને જણાવ્યું છે કે તેનો પહેલો પ્રેમ કોણ છે. તેને કોઈ વ્યક્તિ પર નહીં, પરંતુ વર્કઆઉટ પર પ્રેમ છે એવું તેણે જણાવ્યું છે. સારાએ એક્સરસાઇઝ કરતો વિડિયો શૅર કર્યો છે. એમાં તે સખત વર્કઆઉટ કરી રહી છે. તેની ફિલ્મોની વાત કરીએ તો તેણે હાલમાં જ ‘મર્ડર મુબારક’નું દિલ્હીનું શેડ્યુલ પૂરું કર્યું છે. તેની પાસે ‘અય વતન મેરે વતન’, ‘મેટ્રો ઇન દિનોં’ અને ‘ઝરા હટકે ઝરા બચકે’ ફિલ્મ છે. એક્સરસાઇઝ કરતો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સારાએ કૅપ્શન આપી હતી, ‘હૅપી ન્યુ વીક. થોડી ઇંચિઝ ઘટાડવી છે. હું પંચ મારી રહી છું અને કોમળ બનવાનો ઢોંગ નથી કરતી. એની તમને નાનકડી ઝલક દેખાડું છું જેમાં હું, મારા શોલ્ડર્સ, સ્ક્વૉટ્સ અને પરોક્ષ ટેક્નિક. વર્કિંગ આઉટ મારો પહેલો પ્રેમ હોવાથી આશા છે કે એ મને મારા ફિઝિકમાં મદદ કરશે.’