બૉક્સ-ઑફિસના આંકડાની ચિંતા નથી સાન્યા મલ્હોત્રાને

14 September, 2021 10:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાન્યા મલ્હોત્રાને એ વાતની કદી પણ ચિંતા નથી રહેતી કે બૉક્સ-ઑફિસ પર તેની ફિલ્મનું કેવો પર્ફોર્મન્સ રહેશે

સાન્યા મલ્હોત્રા

સાન્યા મલ્હોત્રાને એ વાતની કદી પણ ચિંતા નથી રહેતી કે બૉક્સ-ઑફિસ પર તેની ફિલ્મનું કેવો પર્ફોર્મન્સ રહેશે. ૨૦૧૬માં આવેલી ‘દંગલ’થી તેણે બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. ત્યાર બાદ તેણે ‘બધાઈ હો’ અને ‘પગલેટ’માં કામ કર્યું હતું. તેને પૂછવામાં આવ્યુ હતું કે જો તે ફિલ્મમાં લીડ રોલ કરતી હોય તો તેને ફિલ્મના ભવિષ્યની ચિંતા સતાવે છે? એનો જવાબ આપતાં સાન્યાએ કહ્યું હતું કે ‘હું કદી પણ બૉક્સ-ઑફિસના પર્ફોર્મન્સ અથવા તો એના નંબર્સની ચિંતા નથી કરતી. જોકે હું એમ નથી કહેતી કે હું એ બધાથી ઉપર છું, પરંતુ મને એની પરવા નથી. હું માત્ર મારા પર્ફોર્મન્સને લઈને ચિંતિત અને ગંભીર રહું છું. મને એમ લાગે છે કે હું પાત્રને ન્યાય આપી શકીશ કે કેમ એ વસ્તુ જ મારા હાથમાં છે. જોકે ફિલ્મ બૉક્સ-ઑફિસ પર સફળ થાય તો એ સારી બાબત છે.’

bollywood news entertainment news sanya malhotra