મુંબઈની બારડાન્સર ​સ્વીટીની સ્ટોરી ‘ટોપાઝ’માં દેખાડશે સંજય ગુપ્તા

06 December, 2021 03:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આવતા વર્ષે ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે

સંજય ગુપ્તા

સંજય ગુપ્તાએ મુંબઈની બાર ડાન્સર સ્વીટીની સ્ટોરીને તેની આગામી ફિલ્મ ‘ટોપાઝ’માં દેખાડશે. આ ફિલ્મને તે પોતાના વાઇટ ફેધર ફિલ્મ્સના બૅનર હેઠળ પ્રોડ્યુસ કરશે. આ બાયોપિકને સમીત કક્કડ ડિરેક્ટ કરશે. આવતા વર્ષે ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. ફિલ્મમાં કયા કલાકારો જોવા મળશે એ હજી સુધી નક્કી નથી થયું. સાઉથ મુંબઈમાં આવેલા ટોપાઝ બારમાં કામ કરતી સ્વીટીનું ફૅન ફૉલોઇંગ ખૂબ હતું. ડાન્સ ફ્લોર પર તેનાં મૂવ્ઝ જોવા માટે વિશ્વમાંથી લોકો આવતા હતા. ૧૯૮૦થી માંડીને ૧૯૯૦ સુધીની તેની જર્નીથી લઈને ડાન્સ બાર બંધ થઈ ગયા એ દેખાડવામાં આવશે. ફિલ્મ વિશે સંજય ગુપ્તાએ કહ્યું હતું કે ‘હવે સમય પાકી ગયો છે કે આપણે સખત મહેનત કરીએ. મહામારીને કારણે આપણે અનેક મહિનાઓ વેડફી નાખ્યા છે. એને કારણે શૂટિંગ નથી કરી શક્યા. જોકે હવે આપણને કોઈ અટકાવી શકે એમ નથી. સ્વીટીની સ્ટોરી મુંબઈના ઇતિહાસમાં દમદાર રહેશે. લાર્જર-ધૅન-લાઇફ, વિવાદિત, કલરફુલ અને ઉત્સાહિત છે. આ જ કારણ છે કે મને એની સ્ટોરી ગમી. છેલ્લાં બે વર્ષોથી હું એના સ્ક્રીનપ્લે પર કામ કરી રહ્યો છું. મને લાગે છે કે દર્શકોને પણ એ જોવું ગમશે.’

entertainment news bollywood bollywood news upcoming movie