‘KGF ચૅપ્ટર 2’ માટે બૉડી-ડબલ વગર ઍક્શન સીક્વન્સ કરી હતી સંજય દત્તે

15 January, 2022 02:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મમાં તે અધીરાના રોલમાં દેખાવાનો છે

સંજય દત્ત

‘KGF ચૅપ્ટર 2’માં સંજય દત્તે જાતે જ ઍક્શન સીક્વન્સનું શૂટિંગ કર્યું હતું. એના માટે તેણે બૉડી-ડબલની મદદ લેવાની ના પાડી હતી. આ ફિલ્મમાં તે અધીરાના રોલમાં દેખાવાનો છે. ફિલ્મમાં તેની સાથે રવીના ટંડન, પ્રકાશ રાજ અને શ્રીનિધિ શેટ્ટી પણ લીડ રોલમાં દેખાશે. ૨૦૧૮માં આવેલી ‘KGF ચૅપ્ટર 1’ની આ સીક્વલ છે. સંજય દત્તે જ્યારે ‘KGF ચૅપ્ટર 2’માં ઍક્શન સીન્સ કરવાની તૈયારી દાખવી તો મેકર્સે તેને અટકાવવાનો ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ સંજય દત્તનું માનવું હતું કે જો તે પોતે આ સીન નહીં કરે તો અધીરાની ક્વૉલિટી પર અસર પડશે. આમ છતાં સંજય દત્ત જ્યારે માન્યો નહીં તો દરેક ઍક્શન સીન દરમ્યાન તેની સલામતીનું ધ્યાન રાખવા માટે ટીમ તેની પાછળ-પાછળ ફરતી હતી. આ ભયાવહ સીક્વન્સને સંજય દત્તે ખૂબ કુશળતાથી કરી છે. તદુપરાંત તેણે એવી પણ તાકીદ આપી હતી કે માત્ર તેના માટે સીક્વન્સમાં કોઈ પણ પ્રકારના બદલાવ ન કરવામાં આવે. મેકર્સને સંજય દત્તની હેલ્થની ખૂબ ચિંતા સતાવતી હતી. તેમની ઇચ્છા હતી કે તે સલામત વાતાવરણમાં શૂટિંગ કરે. એ ઍક્શન સીક્વન્સ વિશે સંજય દત્તે કહ્યું કે ‘હું આ સીન નહીં કરી શકું એમ કહીને મારું અપમાન ન કરો. હું એને બરાબર એ રીતે જ કરીશ જે રીતે એને લખવામાં આવ્યા છે, એમાં કોઈ સમાધાન કે કોઈ ચીટિંગ નહીં કરવામાં આવે.’

entertainment news bollywood bollywood news upcoming movie sanjay dutt