દુબઈમાં ફૅમિલી સાથે ઈદ મનાવી સંજય દત્તે

15 May, 2021 12:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘ઈદ હંમેશાંથી પ્રેમ, લાગણી અને આભાર વ્યક્ત કરવાનો તહેવાર રહ્યો છે. દરેક પ્રતિ કરુણા દેખાડો, કારણ કે હાલની સ્થિતિમાં એની જ સૌથી વધારે જરૂર છે. દરેકના કલ્યાણની પ્રાર્થના કરું છું. ઈદ મુબારક.’

સંજય દત્ત

સંજય દત્તે દુબઈમાં વાઇફ માન્યતા દત્ત, બાળકો શાહરાન અને ઈકરા સાથે ઈદ મનાવી છે. સંજય દત્તે અને માન્યતાએ વાઇટ આઉટફિટ પહેર્યા હતા. તો તેમનાં બન્ને બાળકો પિન્ક કપડાંમાં ક્યુટ દેખાઈ રહ્યાં હતાં. આ ફૅમિલી ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર માન્યતાએ શૅર કર્યો હતો. સૌને ઈદ મુબારકનો મેસેજ આપતાં ટ્વિટર પર સંજય દત્તે ટ્વીટ કર્યું હતું કે ‘ઈદ હંમેશાંથી પ્રેમ, લાગણી અને આભાર વ્યક્ત કરવાનો તહેવાર રહ્યો છે. દરેક પ્રતિ કરુણા દેખાડો, કારણ કે હાલની સ્થિતિમાં એની જ સૌથી વધારે જરૂર છે. દરેકના કલ્યાણની પ્રાર્થના કરું છું. ઈદ મુબારક.’

entertainment news bollywood news bollywood bollywood gossips sanjay dutt