હૉરર-કૉમેડીમાં પ્રિન્સેસના રોલમાં જોવા મળશે સમન્થા?

17 September, 2022 03:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હવે હૉરર-કૉમેડીમાં તેની આ ચોથી ફિલ્મ રહેશે. અમર કૌશિક ડિરેક્ટ કરશે. સમન્થા કે પછી આયુષમાન બન્નેમાંથી કોઈએ ફિલ્મ વિશે ચોક્કસ માહિતી નથી આપી. 

સમન્થા રુથ પ્રભુ

દિનેશ વિજનની આગામી હૉરર-કૉમેડીમાં પ્રિન્સેસના રોલમાં સમન્થા રૂથ પ્રભુ જોવા મળે એવી શક્યતા છે. આ ફિલ્મમાં આયુષમાન ખુરાના વેમ્પાયરના રોલમાં દેખાશે. દિનેશ વિજન ‘સ્ત્રી’ માટે પણ જાણીતો છે. તેની ‘ભેડિયા’ અને ‘મુંઝા’ આવવાની છે. હવે હૉરર-કૉમેડીમાં તેની આ ચોથી ફિલ્મ રહેશે. અમર કૌશિક ડિરેક્ટ કરશે. સમન્થા કે પછી આયુષમાન બન્નેમાંથી કોઈએ ફિલ્મ વિશે ચોક્કસ માહિતી નથી આપી. 

samantha ruth prabhu entertainment news bollywood news bollywood bollywood gossips