કાઉન્સ્લર્સ અને ફ્રેન્ડ્સને કારણે મેન્ટલ હેલ્થમાંથી બહાર આવી શકી હતી : સમન્થા પ્રભુ

10 January, 2022 12:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘સાયકાઇટ્રી એટ યોર ડૉરસ્ટેપ’ની લૉન્ચ ઇવેન્ટમાં સમન્થાને બોલાવવામાં આવી હતી

સમન્થા પ્રભુ

સમન્થા પ્રભુએ જણાવ્યું હતું કે કાઉન્સલર્સ અને ફ્રેન્ડ્સને કારણે તે મેન્ટલ હેલ્થની બીમારીમાંથી બહાર આવી શકી હતી. ‘સાયકાઇટ્રી એટ યોર ડૉરસ્ટેપ’ની લૉન્ચ ઇવેન્ટમાં સમન્થાને બોલાવવામાં આવી હતી. સમન્થાના ડિવૉર્સને લઈને પણ તે ખૂબ ચર્ચામાં હતી. આ કાર્યક્રમમાં તેણે મેન્ટલ હેલ્થના મુદ્દા પર ચર્ચા કરી હતી. એમાંથી કઈ રીતે બહાર આવી એ વિશે સમન્થાએ કહ્યું કે, ‘તમે જ્યારે માનસિક રીતે પડી ભાંગો તો કોઈની પાસે મદદ માંગતા ન અચકાવુ જોઈએ. મારા કેસમાં તો હું મારા કાઉન્સલર્સ અને ફ્રેન્ડ્સની મદદથી મેન્ટલ હેલ્થ ઇશ્યુને માત આપી શકી હતી. આપણે જે રીતે શારિરીક ઈજા થતા ડૉક્ટર પાસે જઈએ છીએ, ઠીક એ રીતે જ્યારે આપણું દિલ દુભાયુ હોય ત્યારે ડૉક્ટર પાસે જવુ જોઈએ. મારી લાઇફમાં જો હું સફળ થાઉં તો એટલા માટે નહીં કે હું સ્ટ્રૉન્ગ છું, પરંતુ મારી આસપાસના લોકોએ કરેલી મદદને કારણે હું સ્ટ્રૉન્ગ બની શકી છું. અનેક લોકો મદદ કરવામાં પોતાનો સમય આપે છે. આપણે પણ આગળ ચાલીને મદદ કરવી જોઈએ.’

entertainment news bollywood bollywood news bollywood gossips samantha ruth prabhu