શરૂઆતથી જ મારું ધ્યાન સફળ થવા પર રહ્યું હતું

27 April, 2024 09:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાળપણ તકલીફમાં પસાર કરનાર સમન્થાએ કહ્યું...

સમન્થા રુથ પ્રભુ

સમન્થા રુથ પ્રભુનું બાળપણ સુવિધાથી ભરેલું નહોતું. એથી તેણે બાળપણથી જ સફળતા મેળવવા પર ધ્યાન આપ્યું હતું. સમન્થા તેના પૉડકાસ્ટ ‘ટેક 20’માં વિવિધ વિષયો પર ચર્ચા કરીને લોકોને સજાગ કરે છે. સમન્થા માયોસાઇટિસ નામની બીમારીની સારવાર લઈ રહી છે. એ વિશે પણ તે અનેક વખત ચર્ચા કરી ચૂકી છે. આ વખતે પોતાની જર્ની પર પ્રકાશ પાડતાં સમન્થા કહે છે, ‘મારું એવું માનવું છે કે થાક અનુભવવો અને આરામ કરવો એ કમજોરીની નિશાની છે. મને એ વાતનો ગર્વ છે કે હું સતત કામ કરું છું, માત્ર છ કલાકની ઊંઘ લઉં છું અને આખા દિવસ દરમ્યાન કામમાં લીન રહું છું. થાક લાગ્યો હોવા છતાં પણ હું એના તરફ ધ્યાન નથી આપતી. છેલ્લાં ૧૩ વર્ષથી હું સતત કામ કરી રહી છું. મારું બાળપણ એટલું આલીશાન નહોતું. એથી મેં ખૂબ નાની ઉંમરે સફળ થવા પર ધ્યાન આપવાનું શરૂ કર્યું હતું. જીવનમાં કાંઈક હાંસલ કરવાનું મેં લક્ષ બનાવ્યું. મારા માટે એવી ધારણા હતી કે હું સારી નથી. એથી એ જ વસ્તુથી મેં સફળ થવા માટે પ્રેરણા લીધી હતી.’

samantha ruth prabhu entertainment news bollywood bollywood news bollywood gossips