દબંગ ૩ના ક્લાઇમૅક્સ માટે સખત મહેનત કરી રહ્યો છે સલમાન ખાન

10 September, 2019 12:41 PM IST  | 

દબંગ ૩ના ક્લાઇમૅક્સ માટે સખત મહેનત કરી રહ્યો છે સલમાન ખાન

સલમાન ખાન તેની ‘દબંગ ૩’ માટે હાલમાં ખૂબ જ મહેનત કરી રહ્યો છે. આ ફિલ્મના ક્લાઇમેક્સમાં તેની અને સુદીપ કિચ્ચા વચ્ચે શર્ટલેસ ફાઇટ છે. સુદીપ આ ફિલ્મમાં વિલનનું પાત્ર ભજવી રહ્યો છે. સુદીપે તેની ‘પહલવાન’ માટે સખત બૉડી બનાવી છે અને એ માટે સલમાને પણ યંગ દેખાવા માટે બૉડી પર કામ કરી રહ્યો છે.

આ પણ વાંચો: ઇન્શાહઅલ્લાહ અને અલી અબ્બાસ ઝફરની ફિલ્મને અફવા ગણાવી શાહરુખે

તે વેઇટલિફ્ટીંગની સાથે રનિંગ અને સ્વિમીંગ પર ધ્યાન આપી રહ્યો છે. આ સાથે જ ફિલ્મના ક્લાઇમેક્સનું શૂટિંગ મુંબઈમાં થઈ રહ્યું હોવાથી તે સાઇકલનો ઉપયોગ કરી રહ્યો છે, જેથી વધુ ફિટ રહે.

Salman Khan gujarati mid-day bollywood gossips