✕

ભાઈ, તમે કહ્યું એટલે મહેનત કરી: શાહરુખ ખાન

04 November, 2026 04:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શાહરુખને જન્મદિવસે સલમાન ખાને પાઠવી શુભેચ્છા એટલે જવાબમાં કિંગ ખાને ફિલ્મમાં શર્ટલેસ થવાનું કારણ જણાવ્યું.

શાહરુખ ખાન

સોમવારે શાહરુખ ખાનની ૬૧મી વર્ષગાંઠ હતી. આ દિવસે તેની ફિલ્મ ‘કિંગ’નું  ગીત ‘તૂ મિલ જાએ’ રિલીઝ કરવામાં આવ્યું હતું જેમાં શાહરુખ શર્ટલેસ અવતારમાં જોવા મળે છે. શાહરુખને તેના જન્મદિવસે દુનિયાભરમાંથી ચાહકોએ શુભેચ્છાઓ પાઠવી હતી પણ સલમાન ખાનની પોસ્ટે ખાસ ધ્યાન ખેંચ્યું હતું.
સલમાને મોડી રાત્રે સોશ્યલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને શાહરુખને જન્મદિવસની શુભેચ્છા પાઠવતાં લખ્યું હતું કે ‘જન્મદિવસની શુભેચ્છાઓ શાહરુખ. કિંગ, હંમેશાં યુવાન રહો. મારી આ જ દુઆ છે.’
આ પછી શાહરુખે પણ ખૂબ જ પ્રેમાળ જવાબ આપતાં ‘કિંગ’ના તેના શર્ટલેસ લુકનું શ્રેય સલમાનને આપતાં કહ્યું હતું કે ‘તમે કહ્યું હતું કે શર્ટ વગર પણ મારી બૉડી સારી લાગે છે. એટલે જ માત્ર તમારા માટે મહેનત કરી છે. હંમેશાં પ્રેમ કરું છું ભાઈ.’

Shah Rukh Khan Salman Khan happy birthday upcoming movie entertainment news bollywood buzz bollywood news bollywood gossips bollywood