સલમાન ખાનની 'ભારત'માં છે એક ભૂલ જેની પર ન ગયું ધ્યાન

15 June, 2019 03:21 PM IST  | 

સલમાન ખાનની 'ભારત'માં છે એક ભૂલ જેની પર ન ગયું ધ્યાન

'ભારત'માં છે એક ભૂલ જેની પર ન ગયું ધ્યાન

સલમાન ખાનની ઈદ પર રિલીઝ થયેલી ફિલ્મ 'ભારત' ધૂમ કમાણી કરી રહી છે. આમ તો ફિલ્મ ક્રિટિક્સે ફિલ્મને ઓકે રિવ્યૂ આપ્યો હતો તેમ છતા ફિલ્મની કમાણી 250 કરોડને પાર કરી ગઈ છે. કેટલીક જગ્યાએ તો ફિલ્મને લઈને ખરાબ રિવ્યૂ પણ આવ્યા જો કે સલમાન ખાન સ્ટારર ફિલ્મને તેની અસર થઈ રહી હોય તેવુ લાગતું નથી. 'ભારત'માં 1947 થી અત્યાર સુધીના અલગ અલગ 5 ફેઝ બતાવવામાં આવ્યા છે. ફિલ્મમાં એક એવી ભૂલ થઈ ગઈ જેની પર કદાચ કોઈનું ધ્યાન ગયું નહી.

શું છે ભૂલ?

'ભારત' અલગ અલગ 5 ફેઝ દર્શાવતી ફિલ્મ છે. ફિલ્મની લીડમાં સલમાન સાથે કેટરિના કૈફ છે. ફિલ્મમાં કેટરિના કુમુદનું પાત્ર ભજવે છે જે મજૂરોને ખાણોમાં કામ કરાવવા માટે મિડલ ઈસ્ટ લઈ જાય છે. આ વાત છે વર્ષ 1960 જ્યારે કેટરિના મજૂરોને તેલની ખાણોમાં લઈ જવામાં વ્યસ્ત છે ત્યારે સુનિલ ગ્રોવર કેટરિનાને પરવીન બાબી સાથે સરખાવે છે. ફિલ્મમાં સુનિલ ગ્રોવર કેટરિનાને કહે છે કે, 'તમે પરબીન બાબી જેવા લાગો છો.'

સુનિલ ગ્રોવર જે મશહુર એક્ટ્રેસ પરવીન બાબીની વાત કરી રહ્યા છે તેમનો 1960માં ફિલ્મી દુનિયા સાથે કોઈ સંપર્ક જ ન હતો. એટલે કે 1960માં પરબીન બાબી સેલિબ્રિટી હતા ન નહી. પરવીન બાબીએ તેમની પહેલી ફિલ્મ 1972માં કરી હતી. જ્યારે 1960માં પરબીન બાબી સ્ટાર જ ન હતા તો 'ભારત' ફિલ્મમાં કઈ રીતે આવી ગયા ? આ જ હતી ફિલ્મ ભારતમાં ભૂલ જેની પર કોઈનું ધ્યાન ગયું નહી

આ પણ વાંચો: પત્ની મીરા રાજપૂત પર ગુસ્સો આવતાં, આ કામ કરે છે શાહિદ કપૂર

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ 'ભારત' ઈદના મોકા પર દેશના 4,700 સ્ક્રિન્સ અને વિદેશમાં 1300 સ્ક્રિન્સ પર રિલીઝ કરવામાં આવી હતી. 'ભારત' આ 2019માં સૌથી વધુ કમાણી કરનારી બીજી ફિલ્મ બની ગઈ છે. વિક્કી કૌશલની ઉરી હુમલા પર બનેલી ફિલ્મ 'ધ સર્જિકલ સ્ટ્રાઈક' આ વર્ષે કમાઈના મામલે ટોપ પર છે.

bollywood gossips bollywood news gujarati mid-day