પત્ની મીરા રાજપૂત પર ગુસ્સો આવતાં, આ કામ કરે છે શાહિદ કપૂર

Published: Jun 15, 2019, 15:02 IST

ફિલ્મ અભિનેતા શાહિદ કપૂરની વાતો પરથી એક વાત તો સમજાઈ ગઈ કે તેણે સફળ લગ્નજીવનનું રહસ્ય સમજાઈ ગયું છે. આ અવસરે શાહિદ કપૂરે ઘણાં રહસ્યો પરથી પડદો ઉઠાવ્યો અને મસ્તી પણ કરી.

શાહિદ કપૂર
શાહિદ કપૂર

ધ કપિલ શર્મા શોમાં ફિલ્મ કબીર સિંહનું પ્રમોશન કરવા પહોંચેલાં શાહીદ કપૂરે આ અવસરે અનેક પ્રશ્નોના જવાબ આપ્યા છે.

ફિલ્મ અભિનેતા શાહિદ કપૂર Shahid Kapoor તાજેતરમાં જ કપિલ શર્માના ધ કપિલ શર્મા શોમાં કબીરસિંહનું પ્રચાર કરવા પહોંચ્યો હતો. આ અવસરે તેણે અનેક પ્રશ્નોના જવાબ આપ્યા હતા. એક પ્રશ્નનો જવાબ આપતાં તેણે કહ્યું કે પોતાના સાંસારિક જીવનમાં પણ જ્યારે તેને ગુસ્સો આવે છે, તે પત્ની મીરા રાજપૂતની માફી માગે છે અને જ્યારે પત્ની મીરા રાજપૂતને ગુસ્સો આવે છે, ત્યારે પણ તે જ માફી માગે છે. ત્યાર પછી ત્યાં બેઠેલા તેના ચાહકો ખડખડાટ હસવા લાગ્યા.

શાહિદ કપૂરને ખબર છે હેપ્પી મેરિડ લાઇફનું સીક્રેટ

ફિલ્મ અભિનેતા શાહિદ કપૂરની વાતો પરથી એક વાત તો સમજાઈ ગઈ કે તેણે સફળ લગ્નજીવનનું રહસ્ય સમજાઈ ગયું છે. આ અવસરે શાહિદ કપૂરે ઘણાં રહસ્યો પરથી પડદો ઉઠાવ્યો અને મસ્તી પણ કરી. આ શોમાં તેની સાથે ફિલ્મ અભિનેત્રી કિયારા અડવાણી પણ આવી હતી.

ફિલ્મ કબીરસિંહનું કરી રહ્યા છે પ્રમોશન

ટૂંક સમયમાં તેમની આગામી ફિલ્મ કબીર સિંહ રિલીઝ થવાની છે તેના પ્રમોશનમાં શાહિદ કપૂર અને કિયારા અડવાણી વ્યસ્ત છે, આ ફિલ્મ સાઉથની સુપરહિટ ફિલ્મ 'અર્જૂન રેડ્ડી'ની હિન્દી રીમેક છે. ફિલ્મમાં શાહિદ સિવાય કિયારા અડવાણી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. શાહિદ કપૂર ફિલ્મ કબીર સિંહમાં કોલેજ જતા યુવાનની ભૂમિકા ભજવી રહ્યો છે. શાહિદ કહે છે કે આ ભૂમિકા ભજવતા તેને ડર લાગ્યો હતો. શાહિદ કપૂર અને કિયાર અડવાણી ફિલ્મને દરેક રીતે પ્રમોટ કરી રહ્યા છે. બંને આ ફિલ્મમાં પહેલી વાર એકસાથે જોડી જમાવી રહ્યા છે. અને તેમની કેમેસ્ટ્રી લોકોને પસંદ આવી રહી છે. જો તમને યાદ હોય તો છેલ્લે 2003માં શાહિદ કપૂરે કોલેડ બૉયની ભૂમિકા ભજવી હતી. અને તે હતી તેની ડેબ્યૂ ફિલ્મ ઈશ્ક-વિશ્ક. આટલા વર્ષો બાદ હવે ફરી શાહિદ કોલજ બૉયની ભૂમિકા ભજવી રહ્યા છે ફિલ્મ કબીર સિંહમાં. 

આ પણ વાંચો : આ છે જાન્હવી કપૂરની આગામી ફિલ્મ

ઉલ્લેખનીય છે કે શાહિદ કપૂરે પત્ની મીરા રાજપૂત સાથે 7 જુલાઇ 2015માં લગ્ન કરી લીધા હતા. આ સિવાય તેમના બે બાળકો પણ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK