સલમાન ખાનની સિકંદરને પાઇરસીથી ૯૧ કરોડ રૂપિયાનું નુકસાન

19 June, 2025 07:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ લૉસ ડિજિટલ પાઇરસી વીમા-કવરની મદદથી સેટલ કરવાનું પ્લાનિંગ

`સિકંદર`માં સલમાન ખાન

સલમાન ખાનની ફિલ્મ ‘સિકંદર’ બૉક્સ-ઑફિસ પર ખરાબ રીતે ફ્લૉપ થઈ ગઈ હતી. ૨૦૦ કરોડ રૂપિયાના બજેટમાં બનેલી ‘સિકંદર’ના નિર્માતાઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે અને હવે નિર્માતાઓએ એક મોટું પગલું ભર્યું છે. સાજિદ નડિયાદવાલાની નડિયાદવાલા ગ્રૅન્ડસન એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ (NGEPL) કંપનીએ ‘સિકંદર’ને પાઇરસીથી થયેલા નુકસાન માટે ૯૧ કરોડ રૂપિયાનો મોટો વીમાનો ક્લેમ દાખલ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

રિપોર્ટ પ્રમાણે પ્રોડક્શન હાઉસે વિગતવાર નુકસાનના આકલન બાદ પોતાના ડિજિટલ પાઇરસી વીમા-કવરને લાગુ કરવા વિશે ચર્ચા શરૂ કરી છે. હકીકતમાં ફિલ્મના લીક થવાથી શું અસર થઈ અને એનાથી કેટલું નુકસાન થયું એનો અંદાજ લગાવવા માટે ઑડિટનો આદેશ આપવામાં આવ્યો હતો અને ઑડિટ પછી આ નુકસાન આશરે ૯૧ કરોડ રૂપિયા હોવાનું અંદાજવામાં આવ્યું છે.

Salman Khan sikandar entertainment news bollywood bollywood news sajid nadiadwala