તો આ કારણે સલામાન ખાન જીમમાં કરી રહ્યા છે આટલી મહેનત

22 June, 2019 06:00 PM IST  | 

તો આ કારણે સલામાન ખાન જીમમાં કરી રહ્યા છે આટલી મહેનત

દબંગમાં સલમાન ખાન

સલમાન ખાન સ્ટારર ભારત બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી રહી છે. ફિલ્મમાં સલમાન ખાનના અલગ અલગ રૂપ જોવા મળી રહ્યા છે. સલમાન ખાને ફિલ્મમાં અલગ અલગ લૂક અપનાવ્યા હતા જેમાં 70 વર્ષની ઉમરના વ્યક્તિનો રોલ પણ કર્યો હતો. આ લૂક માટે સલમાન ખાને પોતાના ચહેરાની સાથે સાથે તેમના ફિઝીકલ લૂકને પણ મેન્ટેન કર્યું હતું. હાલ સલમાન ખાન ફિલ્મ દબંગ 3ની તૈયારીઓમાં છે.

દબંગ સ્ટાર સલમાન ખાન ફિલ્મમાં ચુલબુલ પાન્ડેના કેરેક્ટરમાં જોવા મળશે પરંતુ તેમની ઉમરમાં પણ બદલાવ જોવા મળશે. ફિલ્મમાં ફ્લેશબેક પાર્ટમાં સલમાન ખાનને 20 વર્ષના ચુલબુલ પાન્ડેનો રોલ પણ નિભાવવાનો રહેશે અને આજ કારણથી સલમાન ખાન આ દિવસોમાં જિમમાં સમય પસાર કરતા અને મહેનત કરતા જોવા મળી રહ્યા છે. મુંબઈ મિરર સાથે વાત કરતા ફિલ્મના સૂત્રોએ કહ્યું હતું કે, દબંગ 3માં ફ્લેશબેકના ઘણા ભાગ દર્શાવવામાં આવ્યા છે જમા ચુલબુલ 20 વર્ષના દેખાવા માટે સલમાન ખાન તેમનુ વજન ઓછું કરી રહ્યા છે અને શરીરને મેન્ટેન કરી રહ્યા છે.

આ પણ વાંચો: જાણો કેમ સલમાન ખાને સ્વિમિંગ પૂલમાં મારી છલાંગ

હાલમાં જ સલમાન ખાને તેમના જિમમાં એક્સરસાઈઝના વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા. રિપોર્ટ્સ અનુસાર ફ્લેશબેકમાં સોનાક્ષીની જગ્યાએ બીજી એક્ટ્રેસ દેખાશે જો કે ફિલ્મમાં લીડમાં સોનાક્ષી સિન્હા જ જોવા જ મળશે. સલમાન ખાન દબંગ 3 થી ઈંશાલ્લાહની શૂટિંગ શરૂ કરશે.

Salman Khan dabangg 3 gujarati mid-day