અનંતની બર્થ-ડે પાર્ટી માટે જામનગરમાં સલમાન ખાન

10 April, 2024 05:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અનંતનો આજે જન્મદિવસ છે. આજે તે ૨૯ વર્ષનો થઈ રહ્યો છે.

સલમાન ખાન , અનંત અંબાણી , બી પ્રાક

સલમાન ખાન હાલમાં જામનગરમાં છે. તે અનંત અંબાણીના બર્થ-ડે સેલિબ્રેશન માટે ત્યાં ગયો છે. જાહ્નનવી કપૂર પણ તેના બૉયફ્રેન્ડ શિખર પહારિયા સાથે ગઈ છે. અનંતનો આજે જન્મદિવસ છે. આજે તે ૨૯ વર્ષનો થઈ રહ્યો છે. આ પાર્ટીમાં સિંગર બી પ્રાકે પર્ફોર્મ કર્યું હતું. સલમાન અને અનંત સાથેનો ફોટો શૅર કરીને બી પ્રાકે કૅપ્શન આપી હતી કે ‘અનંત અંબાણી સર, તમારા જન્મદિવસે પર્ફોર્મ કરવાની તક મળી એ માટે હું નસીબદાર છું. તમે ખૂબ જ સારા માણસ છો. સલમાન ખાન સર, હંમેશાં એક ફૅમિલીની જેમ મારી સાથે વ્યવહાર કરવા બદલ આભાર.’

Salman Khan entertainment news bollywood news Anant Ambani