1BHK ઘરમાં સરળ જીવન જીવે છે Salman Khan, મુકેશ છાબરાએ કર્યા અનેક ખુલાસા

20 March, 2023 10:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સલમાન ખાન (Salman Khan lives Simple life)ની જીવનશૈલી વિશે વાત કરતાં મુકેશ છાબરાએ (Mukesh Chhabra)એ અનેક ખુલાસા કર્યા હતાં. તેમણે કહ્યું કે તે એક એવી વ્યક્તિ છે જેમને...

સલમાન ખાન

સલમાન ખાન (Salman Khan)બૉલિવૂડના એ સુપરસ્ટાર્સમાંના એક છે જેમની તગડી ફૅન ફોલોવિંગ છે. ચાહકો હંમેશાં ભાઈજાન સંબંધિત નાની નાની બાબતો વિશે જાણવા આતુર રહેતા હોય છે. તાજેતરમાં દબંગ ખાન ખુબ ચર્ચામાં છે. તેમના જીવ પર જોખમ મંડરાઈ રહ્યું છે. સલમાન ખાનને ગેંગસ્ટર તરફથી ધમકી મળ્યા બાદ તેમના બાન્દ્રા સ્થિત ઘર પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જયારથી તેમને ધમકી મળી ત્યારથી જવાનો અભિનેતાના ઘર ગેલેક્સીની બહાર બાજનજર રાખીને બેઠા છે. પણ શું તમને ખબર છે સલમાન ખાન (Salman Khan House)નું ઘર કેવું છે અને તે કેવી લાઈફ જીવે છે. કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબરા(Mukesh Chhabra)એ એક ઈન્ટરવ્યુમાં આ અંગે ખુલાસો કર્યો હતો અને સલમાન ખાનની પ્રશંસા કરી હતી. 

રણવીર અલ્લાહબાદિયાના પોડકાસ્ટમાં મુકેશ છાબરાએ સલમાન ખાનનો ઉલ્લેખ કર્યો હતો. એક સુપરસ્ટાર હોવા છતાં પણ સલમાન ખાન સરળ જીવન જીવે (Salman Khan Lives Simple Life) છે એવું કહી મુકેશ છાબરાએ તેમની પ્રશંસા કરી હતી. મુકેશ છાબરાએ કહ્યું હતું કે સલમાન એક એવી વ્યક્તિ છે જે હંમેશાં બધા માટે અવેલેબલ રહે છે. તેમણે ભાઈજાનના વખાણ કરતાં કહ્યું કે તે ખુબ જ પ્રમાણિક છે અને લોકો તેમની પ્રમાણિકતાને ખોટી સમજે છે. આ જ સમસ્યા છે કે જ્યારે તમે પ્રમાણિકતાથી કંઈ કહો છો તો લોકો એને ખોટી રીતે જુએ છે. 

આ પણ વાંચો: Salman Khanના ઘરની બહાર પોલીસનો પહેરો, જવાન આખી રાત મીટ માંડીને બેઠા

સલામાન ખાનની સાદગી ભરી જિંદગી વિશે જાણી કાસ્ટિંગ ડિરેક્ટર દંગ રહી ગયા હતાં. તેમણે કહ્યું,`બહુ ઓછા લોકો જાણે છે સલમાન ખાન જયાં રહે છે તે વાસ્તવમાં 1BHK અપાર્ટમેન્ટ છે. જેમાં એક સોફા,એક ડાઈનિંગ ટેબલ,એક નાનો એરિયા છે જ્યાં તે લોકો સાથે વાત કરે છે, એક નાનું જીમ અને એક ઓરડો છે. આ સલમાન ખાન છે જે દુનિયાના સપુરસ્ટાર છે. તે ખુબ જ સરળ જીવન જીવે છે. તેમને ફેન્સી બ્રાન્ડ પસંદ નથી. તે બિલકુલ સામાન્ય જીવન જીવે છે. આ તેમની આર્ટિસ્ટિક પ્રોસેસ નથી. તે આવા જ સાદા અને સરળ છે. હું તેમની સાથે 15 વર્ષથી વાત કરું છું તે ક્યારેય નથી બદલ્યા.`

ભગવાનના માણસ છે સલમાન ખાન

મુકેશ છાબરાએ સલમાન ખાનની વફાદારીનો ઉલ્લેખ કરી તેમની સરાહના કરી.તેમણે કહ્યું કે તમે તેમને રાત્રે 3 વાગે પણ ફોન કરશો તો તે જવાબ આપશે. ડાયરેક્ટરે સલમાન ખાનની `બજરંગી ભાઈજાન`અને `ટ્યુબલાઈટ`માટે કાસ્ટિંગ કર્યુ હતું. દબંગ ખાનને ભગવાનનું માણસ ગણાવતાં મુકેશ છાબરાએ કહ્યું કે બધાને આટલો બધો પ્રેમ નથી મળતો. જેમ કે, તે કહે છે બહુ ઓછા લોકો એવા હોય છે ભગવાનના માણસ કહી શકાય, સલમાન ખાન તેમાંના એક છે. 

આ પણ વાંચો: સલમાનને મળ્યો ધમકીભર્યો મેલ, પોલીસે લૉરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી વિરુદ્ધ નોંધી FIR

સલમાન ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો છેલ્લે ભાઈજાન શાહરુખ ખાનની પઠાન ફિલ્મમાં કેમિયોના રોલમાં જોવા મળ્યા હતા. તો ટૂંક સમયમાં જ તેમની ફિલ્મ `કિસી કા ભાઈ કિસી કા જાન`લઈને આવી રહ્યાં છે. આ ફિલ્મ 21 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. 

 

 

bollywood news bollywood Salman Khan mukesh chhabra bandra