સલમાનની ‘કભી ઈદ કભી દીવાલી’ બની ‘ભાઈજાન’

17 June, 2021 11:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જુલાઈના પહેલા અઠવાડિયામાં લુક શૅર કરે એવી ચર્ચા છે

સલમાન ખાન

સલમાન ખાનની ‘કભી ઈદ કભી દીવાલી’નું નામ હવે ‘ભાઈજાન’ રાખવામાં આવ્યું હોવાની ચર્ચા છે. તે આ ફિલ્મનો લુક જુલાઈમાં શૅર કરશે એવી ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે બનેવી આયુષ શર્મા, ઝહીર ઇકબાલ અને આસિમ રિયાઝ પણ જોવા મળશે. સલમાનની સામે હિરોઇન તરીકે પૂજા હેગડેને પસંદ કરવામાં આવી હોવાની ચર્ચા છે. ઍશ્લી રિબેલો સલમાનનો લુક ડિઝાઇન કરી રહ્યો છે. સલમાન વાઇટ કુરતા અને જિન્સમાં જોવા મળશે અને એ પણ દાઢી વગર એવી ચર્ચા છે. આ ફિલ્મ તામિલ ફિલ્મની રીમેક હોવાનું કહેવામાં આવી રહ્યું છે જેમાં મોટો ભાઈ લગ્ન નથી કરતો, કારણ કે તેનો પરિવાર ખૂબ જ મોટો હોય છે અને જો તે લગ્ન કરશે તો એ વેરવિખેર થઈ જશે એવું તે માનતો હોય છે.

entertainment news bollywood bollywood news upcoming movie Salman Khan