14 September, 2021 08:17 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સલમાન ખાન અને કેટરીના કૈફ. ફોટો સૌજન્ય/પીઆર
સલમાન ખાન અને કેટરીના કૈફ રશિયા અને તુર્કીમાં ટાઇગર 3ના શૂટિંગ બાદ ગઈકાલે તેમના આંતરરાષ્ટ્રીય શેડ્યૂલ મુજબ હવે ઓસ્ટ્રિયા પહોંચ્યા હતા જ્યાં તેઓએ 10 દિવસનું શૂટિંગ શેડ્યૂલ શરૂ કર્યું હતું.
સેટમાંથી એક સૂત્રએ કહ્યું છે કે “ટીમ હાલમાં સાલ્ઝબર્ગમાં છે જ્યાંથી અમે વિયેના જઈશું. આ ફિલ્મ માટે છેલ્લું આંતરરાષ્ટ્રીય શેડ્યૂલ હોવાની અપેક્ષા છે, જ્યાં ગીતો તેમ જ એક્શન સિક્વન્સનું શૂટિંગ કરવામાં આવશે. સલમાન અને કેટરિના 25 સપ્ટેમ્બરના રોજ મુંબઈ પરત ફરશે અને મનીષ શર્માના નિર્દેશનમાં શહેરમાં બાકીના ભાગોનું શૂટિંગ શરૂ કરશે.
સલમાન અને કેટરિનાએ કેપ્પાડોસિયામાં મુખ્ય નૃત્યસીન સાથે તુર્કીનું શેડ્યૂલ સમાપ્ત કર્યું હતું. દરમિયાન સલમાનનો `મુઝસે શાદી કરોગી` ના હિટ ગીત `જીને કે હૈ ચાર દિન` પર નાચતો વીડિયો વાયરલ થયો હતો.