09 April, 2025 06:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સિકંદર ફિલ્મનું પોસ્ટર
સલમાન ખાનની લેટેસ્ટ બિગ બજેટ ફિલ્મ ‘સિકંદર’ને ખાસ સફળતા નથી મળી. ૨૦૦ કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મ લગભગ અડધા બજેટ જેટલી જ કમાણી કરી શકી છે. આ ઘટનાક્રમ પછી શુક્રવારે સલમાને તેના ઘરે પસંદગીના ફૅન્સ સાથે પ્રાઇવેટ મીટિંગ કરી હતી. આ મીટિંગમાં તેણે પોતાની કરીઅર વિશે અને આગામી ફિલ્મ વિશે ચાહકોના ફીડબૅક માગ્યા હતા.
આ મીટિંગ વિશે વાત કરતાં સલમાનની નજીકની એક વ્યક્તિએ કહ્યું હતું કે ‘સલમાન તેના ફૅન્સ સાથે કનેક્ટેડ રહીને તેમના વિચારો જાણવા માગે છે. તે એવું પ્લૅટફૉર્મ તૈયાર કરવા માગે છે જેની મદદથી ખુલ્લા મનથી વાતચીત કરી શકાય અને તેના આગામી પ્રોજેક્ટ વિશેના રીઍક્શન જાણી શકાય. હાલમાં સલમાને તેના ફૅન્સ સાથે જે મીટિંગ કરી હતી એ કોઈ પણ એજન્ડા વગરની કૅઝ્યુઅલ મીટિંગ હતી.’
મળતી માહિતી પ્રમાણે સલમાને ફૅન્સને ‘સિકંદર’માં તેમને શું ન ગમ્યું અને ફિલ્મે ધાર્યા પ્રમાણે બિઝનેસ કેમ ન કર્યો એનો અભિપ્રાય જાણવા વિશે પણ સવાલ કર્યા હતા.