સલમાન, ઝોયા અને ફરહાન અખ્તર મળીને પ્રોડ્યુસ કરશે ‘ઍન્ગ્રી યંગ મૅન’

16 June, 2021 12:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સલીમ ખાન અને જાવેદ અખ્તરની જોડી પરથી તેમની કરીઅરને લઈને ડૉક્યુમેન્ટરી ફિલ્મ બનાવવામાં આવી રહી છે

સલમાન ખાન, ફરહાન અખ્તર અને ઝોયા અખ્તર

સલીમ ખાન અને જાવેદ અખ્તરની જોડી પરથી તેમની કરીઅરને લઈને ડૉક્યુમેન્ટરી ફિલ્મ ‘ઍન્ગ્રી યંગ મૅન’ બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મને સલમાન ખાનનું પ્રોડક્શન, ઝોયા અખ્તર અને રીમા કાગતીનું ટાઇગર બેબી પ્રોડક્શન તેમ જ ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણીના એક્સલ એન્ટરટેઇનમેન્ટ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવશે. સલીમ-જાવેદની જોડીએ ૭૦ અને ૮૦ના દાયકામાં બૉલીવુડમાં ઘણી હિટ ફિલ્મો આપી હતી. તેમણે ઍક્શન, હિંસા અને બદલાની ભાવનાને એક અલગ ઓળખ આપી હતી. આ જોડીએ બૉલીવુડને ઍન્ગ્રી યંગ મૅન તરીકે અમિતાભ બચ્ચન આપ્યો હતો. આ જોડીએ વિવિધ પ્રકારની ફિલ્મો આપી હતી, જેનો સમાવેશ આજે ક્લાસિક ફિલ્મોમાં પણ થાય છે.

entertainment news bollywood bollywood news upcoming movie Salman Khan farhan akhtar zoya akhtar