સલમાન ખાન જ્યારે ડાન્સ કરે છે ત્યારે એવી રીતે કરે છે જાણે તેમને કોઈ જોતું ન હોય: દિશા પાટણી

12 May, 2021 12:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દિશા અને સલમાને અગાઉ ‘ભારત’માં કામ કર્યું હતું અને હવે ૧૩ મેએ ‘રાધે : યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈ’ લઈને આવી રહ્યા છે

દિશા પાટણી

દિશા પાટણીનું કહેવું છે કે સલમાન ખાન જ્યારે ડાન્સ કરે છે ત્યારે એવી રીતે કરે છે કે તેમને કોઈ જોતું ન હોય. દિશા અને સલમાને અગાઉ ‘ભારત’માં કામ કર્યું હતું અને હવે ૧૩ મેએ ‘રાધે : યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈ’ લઈને આવી રહ્યા છે. તેણે બન્ને ફિલ્મમાં સલમાન સાથે ડાન્સ કર્યો છે. આ વિશે વાત કરતાં દિશાએ કહ્યું હતું કે ‘સલમાન ખાન અને પ્રભુ દેવાએ મને ગાઇડ કરી હતી. હું ફક્ત મારા ઇન્સ્ટ્રક્શનને ફૉલો કરતી હતી. સલમાન ખાન ગીતમાં ચાર્મ ઉમેરી દે છે. તેમની ડાન્સ કરવાની સ્ટાઇલ અલગ છે. તેઓ જ્યારે ડાન્સ કરે છે ત્યારે એવી રીતે કરે છે જાણે કોઈ તેમને જોઈ ન રહ્યું હોય. તેમને ડાન્સ કરતા જોવાની ઘણી મજા આવે છે.’

entertainment news bollywood bollywood news upcoming movie radhe Disha Patani Salman Khan