દબંગ 3ના સેટ પર મોબાઇલ બૅન કરવા છતાં લીક થયા ફોટોઝ

19 August, 2019 01:18 PM IST  | 

દબંગ 3ના સેટ પર મોબાઇલ બૅન કરવા છતાં લીક થયા ફોટોઝ

દબંગ 3ના સેટ પરથી ગત સપ્તાહે શુટીંગના ફોટોઝ લીક થયા બાદ સલમાન ખાને શુટીંગ લોકેશન પર મોબાઇલ ફોન લાવવા પર પ્રતિબંધ મુક્યો હતો. ત્યારે મળી રહેલ સમાચાર પ્રમાણે મોબાઇલ ફોનના બેન છતાં દબંગ 3ના શુટીંગના સેટ પરથી ફરી ફોટો લીક થયાની ઘટના સામે આવી છે.

સલમાન નથી ઇચ્છતો કે ફિલ્મના કોઈ પણ સીન લીક થાય. સેટ પર ફોન બૅન મુકવા પાછળનું કારણ એ પણ હતું કે ફિલ્મ સાથે મહેશ માંજરેકરની દિકરી સઈ માંજરેકર બોલીવુડમાં ડેબ્યૂ કરી રહી છે અને સલમાન નથી ઈચ્છતા કે તેમનો લૂક રિવીલ થાય.

સેટ પર મોબાઈલ બૅન હોવા છતા સેટની કેટલીક તસવીરો લીક થઈ છે જે ઘણી વાઈરલ થઈ રહી છે. વાઈરલ થયેલા ફોટોમાં સઈ તો બરાબર જોવા નથી મળતી. પરંતુ સલમાન ખાન અને સોનાક્ષી સિન્હા નજર આવી રહ્યાં છે. માનવામાં આવી રહ્યું છે કે શૂટિંગના ફોટોઝ જયપૂરની છે. ફોટોમાં ભારે વરસાદમાં સોનાક્ષી અને સલમાન ખાન ફિલ્મમાં શૂટિંગ કરતા દેખાઈ રહ્યાં છે.

આ પણ વાંચો: જાણો કેમ શિલ્પા શેટ્ટીએ ઠુકરાવી 10 કરોડની ઑફર

દબંગ 3 સલમાન ખાનની ફિલ્મ દબંગનો ત્રીજો ભાગ છે. આ ફિલ્મમાં સોનાક્ષી સિન્હા અને સલમાન લીડમાં જોવા મળશે. ફિલ્મ દબંગ 3માં મહેશ માંજરેકરની પુત્રી સઈ માંજરેકર ડેબ્યૂ કરી રહી છે. ફિલ્મની સ્ટોરી ફ્લેશબૅકમાં ચાલશે. સઈ યુવા સલમાન ખાનના લવ ઈન્ટેન્સના કિરદારના રૂપમાં જોવા મળશે. જો કે હજુ સુધી સઈનો લુક જાહેર કરાયો નથી. ફિલ્મમાં યંગ સલમાન ખાન દેખાવા તેણે 8 કિલોગ્રામ વજન ઓછુ કર્યું હતું.

Salman Khan dabangg 3 gujarati mid-day