સલમાન-શાહરુખ આપશે અથિયાનાં લગ્નમાં હાજરી

20 January, 2023 04:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિરાટ કોહલી તેની વાઇફ અનુષ્કા શર્મા સાથે હાજર રહેશે

અથિયા શેટ્ટી અને ક્રિકેટર કે. એલ. રાહુલ

અથિયા શેટ્ટી અને ક્રિકેટર કે. એલ. રાહુલનાં લગ્નમાં અનેક સેલિબ્રિટીઝની સાથે સલમાન ખાન અને શાહરુખ ખાન પણ હાજરી આપવાના છે. અથિયા અને કે. એલ. રાહુલ ખંડાલામાં આવેલા સુનીલ શેટ્ટીના ફાર્મહાઉસમાં ૨૩ જાન્યુઆરીએ લગ્ન કરવાનાં છે. લગ્ન બાદ આ બન્ને ગ્રૅન્ડ રિસેપ્શન આપવાનાં છે. સલમાન અને શાહરુખનાં સુનીલ શેટ્ટી સાથે સંબંધો ખાસ છે. સાથે જ વિરાટ કોહલી તેની વાઇફ અનુષ્કા શર્મા સથે હાજર રહેશે. ૨૧ જાન્યુઆરીથી તેમનાં પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થવાનાં છે.

entertainment news bollywood news bollywood gossips bollywood athiya shetty kl rahul Salman Khan Shah Rukh Khan suniel shetty