સલમાન ખાન-આલિયા ભટ્ટ હવે કહેશે 'ઈન્શાહઅલ્લાહ'

19 March, 2019 09:45 PM IST  | 

સલમાન ખાન-આલિયા ભટ્ટ હવે કહેશે 'ઈન્શાહઅલ્લાહ'

સાથે દેખાશે સલમાન ખાન અને આલિયા ભટ્ટ

સુપરસ્ટાર સલમાન ખાન અને અભિનેત્રી આલિયા ભટ્ટ સિલ્વર સ્ક્રીન પર સાથે દેખાશે. લાંબા સમયે ફરી એકવાર સલમાન ખાન સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં કામ કરવાના છે. હમ દિલ દે ચુકે સનમ બાદ 19 વર્ષના લાંબા ગાળા પછી સંજય લીલા ભણસાલી અને સલમાન ખાન સાથે કામ કરશે. આ ફિલ્મ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ હશે. ઈન્શાહઅલ્લાહ ભણસાલી પ્રોડક્શન અને સલમાન ખાન ફિલમ્સના બેનર અંતર્ગત પ્રોડ્યુસ થશે.

અભિનેત્રી આલિયા ભટ્ટે ટ્વિટ કરીને આ ફિલ્મ અંગા માહિતી આપી છે. આલિયા ભટ્ટે ટ્વિટ કરીને કહ્યું કે ખૂલી આંખે સપના જુઓ અને મેં એ કર્યું. સલમાન ખાન અને સંજય સર બન્ને સાથે કામ કરવા હું રાહ જોઈ શકું એમ નથી.

તો સલમાન ખાને પણ આ ફિલ્મ અંગે ટ્વિટ કરીને જાહેરાત કરી છે. સલમાને પણ ટ્વીટ કર્યું છે કે, 20 વર્ષ થયાં તેમ છતાં હું ખુશ છું કે હું ને સંજય ફાઈનલી નેક્સ્ટ ફિલ્મ ઇન્શાઅલ્લાહ માટે ફરી ભેગા થઇ રહ્યા છીએ. આલિયા સાથે કામ કરવા આતુર છું.

આ પણ વાંચોઃ આલિયા ભટ્ટ પણ છે ગુજરાતી પરિવારની વંશજ

ઉલ્લેખનીય છે કે સલમાન ખાન છેલ્લે સંજય લીલા ભણસાલીની ફિલ્મ સાંવરિયામાં દેખાયા હતા. જો કે તેમાં તેમનો ગેસ્ટ અપિરિયન્સ હતો. પરંતુ બંનેની ફુલ ફ્લેજ ફિલ્મ 1999માં આવેલી હમ દિલ દે ચૂકે સનમ હતી. લાંબા સમયે આ બંને સાથે કામ કરી રહ્યા છે, સાથે જ ઈન્શાહઅલ્લાહથી દર્શકોને સલમાન અને આલિયાની નવી જોડી પણ જોવા મળશે.

Salman Khan alia bhatt sanjay leela bhansali bollywood