બર્થડે ગર્લ આલિયા ભટ્ટ પણ છે ગુજરાતી પરિવારની વંશજ

Mar 15, 2019, 16:42 IST

જોખમકારક પરિસ્થિતિઓને હિંમતભેર સ્વીકારી છે અને તે પરિસ્થિતિઓએ જ જાણે કે તેને પ્રશંસાને યોગ્ય પુરવાર કરી છે. એવી કેટલીક વિશિષ્ટ વાતો છે જેની તેના ચાહકોને ખબર નથી જે તમને અહીં જાણવા મળશે.

બર્થડે ગર્લ આલિયા ભટ્ટ પણ છે ગુજરાતી પરિવારની વંશજ
આલિયા ભટ્ટ

2012થી ફિલ્મજગતમાં ડેબ્યુ કરતી આલિયા ભટ્ટે જે રીતે પોતાની કારકિર્દી ઘડી છે તે ગ્રાફનો ગર્વ લેવા જેવો છે. આ અભિનેત્રીએ પોતાના પાત્રને ન્યાય આપવાના સતત પ્રયત્નો કર્યા છે અને તે સફળ પણ રહી છે. તેણે જુદા જુદા પ્રકારની ભૂમિકા ભજવવા માટે સતત શ્રમ વેઠ્યો છે અને પડકારોનો સામનો કરવામાં ક્યારેય પીછે હઠ કરી નથી. તેણે જોખમકારક પરિસ્થિતિઓને હિંમતભેર સ્વીકારી છે અને તે પરિસ્થિતિઓએ જ જાણે કે તેને પ્રશંસાને યોગ્ય પુરવાર કરી છે. એવી કેટલીક વિશિષ્ટ વાતો છે જેની તેના ચાહકોને ખબર નથી જે તમને અહીં જાણવા મળશે.

મિશ્ર સંસ્કૃતિ ધરાવતી વંશજ

Alia Bhatt with Grandma

આલિયા ભટ્ટ કાશ્મિરી, જર્મન અને ગુજરાતી સંસ્કૃતિની મિશ્ર વંશજ છે. આલિયાના દાદા ગુજરાતી હિન્દુ બ્રાહ્મણ હતા, તેના દાદી દાઉદિ બોહરા જાતિના ગુજરાતી મુસલમાન હતા તો તેની માતા રજદન અર્ધ જર્મન અને અર્ધ કાશ્મિરી છે. પોતાના જ ઘરમાં આમ જુદી જુદી સંસ્કૃતિને એકસાથે વસતાં હોવાની જાણથી તેનો પોતાના પરિવાર પ્રત્યેનો પ્રેમ જાતિઓમાં રહેલા ભેદભાવ તેણે ક્યારેય અનુભવ્યો ન હોવાથી તેના વર્તનમાં પણ એવો કોઈ ભેદભાવ જોવા મળતો નથી.

ચોકોહોલિક

આપણે ત્યાં આલ્કોહોલિક, વર્કોહોલિક જેવી કેટલીક ટર્મ્સ બહુ વિકસિત થઈ છે. જેને આલ્કોહોલનું વ્યસન હોય તેને આલ્કોહોલિક કહેવાય તેનો તો ખ્યાલ તમને હશે જ પણ હવે આ હોલિકોનું ચલણ વધ્યું છે. જેને કામનું વ્યસન હોય તેને વર્કોહોલિક અને હવે જેમકે આલિયા ભટ્ટને ચોકલેટ બહુ ભાવે છે તો આલિયા ભટ્ટ ચોકોહોલિક છે. કારણ આલિયા ભટ્ટ ચોકલેટ આઈસ્ક્રીમની ચાહક છે તે ચોક્લેટ લવર છે.

હેન્ડબોલમાં કુશળ

આલિયા ભટ્ટે ભલે પોતાની ડેબ્યુ ફિલ્મ 'સ્ટુડન્ટ ઑફ ધ યર'માં શનાયાના પાત્રમાં જોઈને એવું ન ધારી લેતાં કે તે તેની રિઅલ લાઈફમાં પણ એવી જ છે. તે પોતાના શાળાકાળ દરમિયાન ડાન્સની સાથે એવી જુદી જુદી ઘણી એક્ટિવિટીમાં ભાગ લેતી હતી અને સાથે જ હેન્ડબોલમાં તો તે ઘણી કુશળ પણ હતી.

સેલિબ્રિટી crushes

Alia Bhatt with sista and mom

90ના દાયકામાં લગભગ દરેક છોકરીનો પહેલો ક્રશ કિંગ ખાન હતો અને આલિયા પણ પોતાને તેમાંથી જુદી પાડી શકી નહોતી. અત્યારના તેના સેલિબ્રિટી ક્રશમાં હોલીવુડ હન્ક બ્રેડલી કપૂર પહેલા અને છેલ્લાં ક્રમાંકે એટલે કે તે એક જ છે.

આ પણ વાંચો : આ તસવીરો સાબિત કરે છે, બર્થ-ડે ગર્લ આલિયા ભટ્ટનો પરિવાર અંગે પ્રેમ

આલિયાનો ડર

માનવું મુશ્કેલ છે ને? પણ હા વાત તો સાચી છે આલિયાને પણ ડર તો લાગતો જ હતો અને એ ડર હતો વનસ્પતિઓનો (બોટોનોફોબીયા). તેને એવા વિશિષ્ટ પ્રકારની વનસ્પતિથી ખૂબ જ ડર લાગતો હતો જેનાથી તેણે 'હાઇવે' ની શૂટિંગ દરમિયાન છૂટકારો મેળવ્યો.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK