SAAHO : એક્શનની ભરમાર અને પ્રભાસનો કિલર અંદાજ આવું છે ટીઝર

13 June, 2019 05:59 PM IST  | 

SAAHO : એક્શનની ભરમાર અને પ્રભાસનો કિલર અંદાજ આવું છે ટીઝર

સાહોમાં પ્રભાસનો કિલર અંદાજ

બાહુબલી સ્ટાર પ્રભાસની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ સાહોનું ટીઝર રિલીઝ થયું છે. સાહોનું ટીઝર હિન્દી, તામિલ અને તેલુગૂ ભાષામાં રિલીઝ કરવામાં આવ્યું હતું. પાવર પેક એક્શન ફિલ્મ સાહો સાથે શ્રદ્ધા કપૂર જોવા મળી છે. 1 મિનિટ 39 સેકેન્ડના ટીઝરમાં ફૂલ ઓન એક્શનનો ડોઝ આપવામાં આવ્યો છે. ફિલ્મ મેકર્સે ટીઝરમાં તેના બધા જ કેરેક્ટર્સના લૂક પરથી પડદો ઉઠાવ્યો હતો. ફિલ્મમાં મંદિરા બેદી, નીલ નીતિન મુકેશ, જેકી શ્રોફ, ચંકી પાંડેની પહેલી ઝલક પણ જોવા મળે છે.

15 ઓગ્સ્ટથી સિનેમાઘરોમાં સાહો

ફિલ્મ સાહો સિનેમાઘરોમાં 15 ઓગ્સ્ટના દિવસે રિલીઝ થવા જઈ રહી છે. બાહુબલી 2 પછી 'સાહો' પ્રભાસની રિલીઝ થવાની સૌથી મોટી ફિલ્મ છે. સાહોનું ડિરેક્શન સુજિત દ્વારા કરવામાં આવ્યું છે. સાહોમાં પ્રભાસની સાથે સાથે શ્રદ્ધા કપૂર પણ એકશન મોડમાં જોવા મળશે. ફિલ્મમાં શ્રદ્ધાનું રોલ પાવરફૂલ બતાવવામાં આવ્યો છે. સાહોના ટીઝરને સોશિયલ મીડિયા પર જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે.

કેવુ છે સાહોનું ટીઝર

ટીઝરમાં એક્શન સીન્સની ઝલક દેખાડવામાં આવી છે. સાહોને ભારતની સૌથી એક્શન એન્ટરટેનમેન્ટ મૂવી માનવામાં આવે છે. સાહોમાં ટીઝરની સ્ટોરીનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. મેકર્સ ફિલ્મની સ્ટોરી પર સસ્પેન્સ બનાવી રાખ્યો છે. ટીઝર જોઈને માત્ર એટલો ખ્યાલ આવે છે કે 15 ઓગ્સ્ટે દર્શકોને જબરદસ્ત એક્શનનો પાવર પંચ મળશે. સાહોના એક્શન સીન માટે મેકર્સ દ્વારા દિલ ખોલીને ખર્ચો કરવામાં આવ્યો છે. દુબઈના બુર્ઝ ખલીફામાં મૂવીના કેટલાક ખતરનાક એક્શન સીન ડિરેક્ટ કરાયા છે.

ફિલ્મમાં VFXની કમાલ ધમાકેદાર છે જે ફિલ્મને વધારે રસપ્રદ બનાવે છે. દુબઈની ઉંચી દિવાલો વચ્ચે બાઈક ચેઝિંગ હોય કે હવામાં ઉડતી ગાડીઓના સીન્સ ફિલ્મ તરફ વધારે ઈન્ટ્રસ્ટ ખેચે છે. ફિલ્મમાં પ્રભાસ અને શ્રદ્ધા કપૂર વચ્ચેની કેમેસ્ટ્રી પણ જોવાની રહેશે.

bollywood events bollywood gossips bollywood news gujarati mid-day prabhas