Saaho ની રિલીઝ પહેલા પ્રભાસના ચાહકોને ગીફ્ટ, લોન્ચ થઈ ગેમ

16 August, 2019 08:48 PM IST  | 

Saaho ની રિલીઝ પહેલા પ્રભાસના ચાહકોને ગીફ્ટ, લોન્ચ થઈ ગેમ

બાહુબલી સ્ટાર પ્રબાસની બહુ ચર્ચીચ સાહો માટે દર્શકો આતુર બની રહ્યાં છે. સાહો આ વર્ષની મોસ્ટ અવેઈટેડ ફિલ્મમાંથી એક છે. ફિલ્મ રિલીઝ થવા પહેલા સાહોના મેકર્સ ફરી એકવાર બઝ તૈયાર કર્યો છે. સાહોના મેકર્સે ફિલ્મની રિલીઝ પહેલા ગેમ લોન્ચ કરી છે. officialsaahomovie ગેમનું પોસ્ટર શૅર કર્યું છે. ગેમ લોન્ચની સાથે પોસ્ટર શૅર કરતા ગેમ કઈ રીતે ડાઉનલોડ કરવી તેની માહિતી આપવામાં આવી છે. આ ગેમ ગૂગલ પ્લે સ્ટોર પરથી પણ ડાઉનલોડ કરી શકાશે.

સાહો કેટલી મજેદાર રહેશે તેની એક ઝલક સુપરસ્ટાર પ્રભાસ પણ શૅર કરી ચૂક્યા છે. પ્રભાસે કેટલાક દિવસ પહેલા ગેમનું ટ્રેલર સોશિયલ મીડિયા હેન્ડલ ઈન્સ્ટાગ્રામ પર લોન્ચ કરી હતી. ટ્રેલરમાં પ્રભાસ એવા અંદાજમાં જોવા મળી રહ્યા છે જે અંદાજમાં ફિલ્મમાં નજર આવશે. આ પહેલા ફિલ્મનું પોસ્ટર અને ગીત પણ લોન્ચ કર્યું છે.

ફિલ્મની ફેન્સ કેટલી રાહ જોઈ રહ્યા છે. તેનો અંદાજ ફિલ્મના ટીઝર અને ટ્રેલરને મળેલા રિસ્પોન્સ પરથી આવી શકે છે. હકીકતમાં ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયાના કેટલાક કલાકો બાદ જ લગભગ 20 મિલિયન કરતા પણ વધારે વાર જોવાઈ ચુક્યુ હતુ. અને હજી સુધી તે 5 કરોડ કરતા વધારે લોકોએ ટ્રેલર જોયું છે. જો ફિલ્મના ટીઝરની વાત કરીએ તો સાહોનું ટીઝર 1 મહિના પહેલા રિલીઝ થયું હતું. અને તેને 5 કરોડ લોકો જોઈ ચૂક્યા છે. પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની સાહો 30 ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહી છે.

prabhas gujarati mid-day