12 August, 2025 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રૂપાલી ગાંગુલી અને તેની સાવકી પુત્રી ઈશા વર્મા
રૂપાલી ગાંગુલીને ‘અનુપમા’થી સારીએવી લોકપ્રિયતા મળી છે. જોકે ગયા વર્ષે રૂપાલી ગાંગુલીની સાવકી પુત્રી ઈશા વર્માએ તેની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડતા અનેક આરોપ મૂક્યા હતા. ઈશા વર્માએ રૂપાલીના દીકરા વિરુદ્ધ પણ અભદ્ર ટિપ્પણીઓ કરી હતી. આવી સ્થિતિમાં રૂપાલી ગાંગુલીએ ગયા વર્ષે ૧૧ નવેમ્બરે સાવકી પુત્રીની વિરુદ્ધ ૫૦ કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો નોંધાવ્યો હતો. આ મામલામાં રૂપાલીની વકીલ સના રઈસ ખાને અપડેટ આપી છે. સના રઈસ ખાને જણાવ્યું કે તેમણે હાઈ કોર્ટમાં સિવિલ માનહાનિનો દાવો નોંધાવ્યો હતો જેમાં તેને વચગાળાની રાહત મળી છે. સના રઈસ ખાને જણાવ્યું કે હાઈ કોર્ટમાં એક ક્રિમિનલ ડિફેમેશન ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી, જેના સંબંધમાં રૂપાલી ગાંગુલી કોર્ટમાં હાજર થઈ હતી. રૂપાલી ગાંગુલીએ કોર્ટમાં નિવેદન આપતાં જણાવ્યું કે ઈશા વર્માને કારણે તેણે માનસિક ઉત્પીડનનો સામનો કરવો પડ્યો છે.