સીએટલમાં ક્રિટિક્સ ચૉઇસનો બેસ્ટ ઍક્શન કોરિયોગ્રાફીનો અવૉર્ડ જીત્યો ‘RRR’એ

19 January, 2023 04:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ધ ક્રિટિક્સ ચૉઇસનો બેસ્ટ ઓરિજિનલ સૉન્ગ અને બેસ્ટ ફૉરેન લૅન્ગ્વેજ ફિલ્મનો અવૉર્ડ પણ આ ફિલ્મે જીતી લીધો હતો

સીએટલમાં ક્રિટિક્સ ચૉઇસનો બેસ્ટ ઍક્શન કોરિયોગ્રાફીનો અવૉર્ડ જીત્યો ‘RRR’એ

ગોલ્ડન ગ્લોબ બાદ હવે ‘RRR’ને વધુ એક સિદ્ધિ મળી છે. સીએટલમાં ધ ક્રિટિક્સ ચૉઇસનો બેસ્ટ ઍક્શન કોરિયોગ્રાફીનો અવૉર્ડ આ ફિલ્મને મળ્યો છે. ધ ક્રિટિક્સ ચૉઇસનો બેસ્ટ ઓરિજિનલ સૉન્ગ અને બેસ્ટ ફૉરેન લૅન્ગ્વેજ ફિલ્મનો અવૉર્ડ પણ આ ફિલ્મે જીતી લીધો હતો. તાજેતરમાં જ ‘RRR’ના ‘નાટુ નાટુ’ ગીતને ગોલ્ડન ગ્લોબનો બેસ્ટ ઓરિજિનલ સૉન્ગનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો. હવે બેસ્ટ ઍક્શન કોરિયોગ્રાફીનો અવૉર્ડ મળતાં ફિલ્મની ટીમનો હરખ સમાતો નથી. આ ફિલ્મને હૉલીવુડમાં ખૂબ જ નામના મળી રહી છે. ઑસ્કરની વિવિધ કૅટેગરીમાં પણ એનો સમાવેશ કરવામાં આવે એની રાહ જોવામાં આવી રહી હતી. જોકે આ ફિલ્મને એક જ કૅટેગરી માટે પસંદ કરવામાં આવી છે અને એ છે બેસ્ટ ઓરિજિનલ સૉન્ગની.

bollywood news bollywood gossips bollywood RRR ss rajamouli entertainment news