‘RRR’ને ઑસ્કરની દરેક કૅટેગરીમાં સિલેક્ટ કરવા વિનંતી કરવામાં આવી

22 September, 2022 12:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ધ ફિલ્મ ફેડરેશન ઑફ ઇન્ડિયાએ ઑસ્કરમાં ઑફિશ્યલ એન્ટ્રી તરીકે ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ને પસંદ કરી છે

‘RRR’ને ઑસ્કરની દરેક કૅટેગરીમાં સિલેક્ટ કરવા વિનંતી કરવામાં આવી

‘RRR’ને ઑસ્કરની દરેક કૅટેગરીમાં પસંદ કરવામાં આવે એવી​ વિનંતી કરવામાં આવી છે. ધ ફિલ્મ ફેડરેશન ઑફ ઇન્ડિયાએ ઑસ્કરમાં ઑફિશ્યલ એન્ટ્રી તરીકે ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ને પસંદ કરી છે. આ માટે ‘RRR’ અથવા તો ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને પસંદ કરવામાં આવે એવી સૌને આશા હતી. જોકે બેમાંથી એક પણ ​ફિલ્મને પસંદ કરવામાં નહોતી આવી. ‘RRR’ના અમેરિકાના ડિસ્ટ્રિબ્યુટર વેરિઅન્સ ફિલ્મ્સ દ્વારા આ ફિલ્મને ઍકૅડેમી અવૉર્ડ્સની દરેક કૅટેગરી માટે ધ્યાનમાં રાખવામાં આવે એવી વિનંતી કરવામાં આવી છે. આ ફિલ્મે દુનિયાભરમાં ઘણો બિઝનેસ કર્યો હતો. તેમ જ નેટફ્લિક્સ પર સતત ૧૪ અઠવાડિયાં સુધી ટ્રેન્ડમાં રહી હતી. આ ફિલ્મને બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ પિક્ચર, ઓરિજિનલ સ્ક્રીનપ્લે, લીડ ઍક્ટર, સપોર્ટિંગ ઍક્ટર, સપોર્ટિંગ ઍક્ટ્રેસ, ઓરિજિનલ સૉન્ગ અને ઓરિજિનલ સ્કોરની સાથે કૉસ્ચ્યુમ અને પ્રોડક્શન ડિઝાઇન જેવા ટેક્નિકલ ડિપાર્ટમેન્ટમાં પણ નૉમિનેટ કરવા માટે વિનંતી કરવામાં આવી છે. આ ફિલ્મ અમેરિકામાં પણ ઘણા દિવસો સુધી થિયેટર્સમાં જોવા મળી હતી. આથી ત્યાંના ડિસ્ટ્રિબ્યુટર્સે આવી વિનંતી કરી છે.

entertainment news bollywood news bollywood gossips bollywood international indian film academy ss rajamouli