Happy Birthday: રોનિત રૉય એક બિઝનેસ ટાયકૂન, સલમાનથી અક્ષય છે તેમના ક્લાઇન્ટ...

11 October, 2021 02:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રોનિત રૉય અનેક ટેલીવિઝન સીરિયલ, રિયાલિટી શૉ અને બૉલિવુડ ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે. તેમને વર્સેટાઇલ ઍક્ટિંગને કારણે ટેલીવિઝનના અમિતાભ બચ્ચન પણ કહેવામાં આવે છે

રોનિત રૉય

બૉલિવૂડ સ્ટાર્સના (Bollywood Stars) સાઇડ બિઝનેસ (Side Business) હોવા ખૂબ જ સામાન્ય બાબત છે. સ્ટાર્સ હંમેશા એક બૅકઅપ પ્લાન (Backup Plan) લઈને ચાલે છે. કેયલાય સ્ટાર્સ જિમ, રેસ્ટૉરન્ટ, પબ્સ કે સ્ટોર્સ ચલાવે છે. કેટરીના કેફ (Katrina Kaif) અને સની લિયોની (Sunny Leony) સહિત અનેક સ્ટાર્સ છે જેમણે પોતાની મેકઅપ બ્રાન્ડ લૉન્ચ કરી છે. પણ રોનિત રૉય બૉલિવૂડના એકમાત્ર એવા સ્ટાર છે જે અન્યથી જૂદું બિઝનેસ કરે છે. રોનિત રૉય અનેક ટેલીવિઝન સીરિયલ, રિયાલિટી શૉ અને બૉલિવુડ ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે. તેમને વર્સેટાઇલ ઍક્ટિંગને કારણે ટેલીવિઝનના અમિતાભ બચ્ચન પણ કહેવામાં આવે છે. જણાવવાનું કે રોનિત રૉય આજે પોતાનો 56મો જન્મદિવસ પણ ઉજવી રહ્યા છે.

રોનિત રૉય વિશે જાણીને કદાચ તમે પણ ચોંકી જશો કે ટેલીવિઝનથી બૉલિવૂડ સુધી ખાસ જગ્યા બનાવી ચૂકેલા રોનિત રૉય એક બિઝનેસ ટાયકૂન પણ છે. રોનિત રૉય એક સિક્યોરિટી એજન્સી ચલાવે છે જેની મદદથી અક્ષય કુમાર, કરણ જોહર, અમિતાભ બચ્ચન સહિત અનેક સ્ટાર્સને સિક્યોરિટીને પ્રોવાઇડ કરાવે છે.

આ હકીકત ઘણાં લોકોને ખબર નથી. આ વિશે લોકોને ત્યારે માહિતી મળી જ્યારે રોનિત રૉયે કોરોના કાળ દરમિયાન આ વિશે વાત કરી. રોનિત રૉયની સિક્યોરિટી એજન્સીનું નામ એસ સિક્યોરિટી એન્ડ પ્રોટેક્શન એજન્સી (AceSquad Security Services LLP)છે. આ એજન્સી હાલ સલમાન ખાન, અમિતાભ બચ્ચન, મિથુન, શાહરુખ ખાન અને આમિર ખાન જેવા સ્ટાર્સને પણ સિક્યોરિટી આપી રહી છે.

માત્ર બૉલિવૂડ સેલેબ્સ નહીં પણ રોનિતની કંપની આઇપીએલના એક્સ ચેરમેન લલિત મોદી અને તેમના દીકરા રુચિર મોદીને પણ સિક્યોરિટી આપે છે. એટલું જ નહીં આ કંપની અનેક ફિલ્મ પ્રૉજેક્ટ્સ જેમ કે લગાન, દિલ ચાહતા હૈ, ના તુમ જાનો ના હમ, સાથિયા અને અરમાન માટે પણ કામ કરી ચૂકી છે.

કોરોનાને કારણે રોનિતની સિક્યોરિટી કંપનીના કેટલાય ક્લાઇન્ટ્સ છૂટી ગયા. હવે તેમની પાસે સેલેબ્સમાં અમિતાભ અને અક્ષય કુમાર જેવા ક્લાઇન્ટ્સ છે. રોનિત રૉયની ફેન ફૉલોઇંગ ખૂબ જ સારી છે. તે વર્સેટાઇલ એક્ટિંગ માટે જાણીતા છે પણ હવે તેમના ચાહકોને એ પણ ખબર પડી છે કે તે એક સફળ બિઝનેસ ટાયકૂન પણ છે.

ronit roy bollywood bollywood news bollywood gossips entertainment news happy birthday