ઊટીમાં ‘સર્કસ’નું છેલ્લું શેડ્યુલ શરૂ કરશે રોહિત શેટ્ટી

24 November, 2021 03:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હિલ સ્ટેશનના દૃશ્યનું લોકેશન ફાઇનલ થઈ ગયું છે અને આ દૃશ્યના શૂટ માટે ફિલ્મની દરેક કાસ્ટ ત્યાં હાજર રહેશે.

રોહિત શેટ્ટી

રોહિત શેટ્ટી હવે ‘સૂર્યવંશી’ની સફળતા બાદ ‘સર્કસ’નું છેલ્લું શેડ્યુલ પહેલી ડિસેમ્બરથી ઊટીમાં કરશે. વિલિયમ શેક્સપિયરના નાટક ‘ધ કૉમેડી ઑફ એરર્સ’ પરથી આ ફિલ્મ બનાવવામાં આવી હોય એવી ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મનું શૂટિંગ હાલમાં મુંબઈમાં ચાલી રહ્યું છે. તેણે છેલ્લા શેડ્યુલ માટે ઊટીને ઘણા સમયથી નક્કી કરી રાખ્યું હતું, પરંતુ પૅન્ડેમિકને કારણે એ શક્ય નહોતું થઈ રહ્યું. જોકે હવે છૂટછાટ મળતાં શૂટિંગ કરવામાં આવશે. હિલ સ્ટેશનના દૃશ્યનું લોકેશન ફાઇનલ થઈ ગયું છે અને આ દૃશ્યના શૂટ માટે ફિલ્મની દરેક કાસ્ટ ત્યાં હાજર રહેશે.

rohit shetty bollywood news bollywood bollywood gossips entertainment news