લંડનમાં રૉકી અને રાની

01 July, 2022 09:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રણવીર અને આલિયાનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને કરણ જોહરે કૅપ્શન આપી હતી, મને રૉકી અને રાની મળી ગયાં છે.

લંડનમાં રૉકી અને રાની

લંડનમાં હાલમાં બૉલીવુડ સેલિબ્રિટીઝનો જમાવડો લાગી ગયો છે. એવામાં પોતાની હૉલીવુડ ફિલ્મમાં બિઝી આલિયા પણ લંડનના પ્રવાસે નીકળી છે. તાજેતરમાં જ તે કરણ જોહર અને ફૅશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા સાથે સમય પસાર કરતી દેખાઈ હતી. હવે તે તેની આગામી ફિલ્મ ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ના કો-સ્ટાર રણવીર સિંહ સાથે જોવા મળી હતી. આલિયાએ હાલમાં જ પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે. ત્યાર બાદથી જ બૉલીવુડ તેને અને રણબીર કપૂરને અભિનંદન આપી રહ્યા છે. રણવીર અને આલિયાનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને કરણ જોહરે કૅપ્શન આપી હતી, મને રૉકી અને રાની મળી ગયાં છે.

bollywood news bollywood bollywood gossips alia bhatt entertainment news