28 December, 2022 04:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રિતેશ દેશમુખ
રિતેશ દેશમુખે હાલમાં જ જર્નલિસ્ટની માફી માગી છે. રિતેશ તેની મરાઠી ફિલ્મ ‘વેડ’ને પ્રમોટ કરવા માટે કોલ્હાપુર સિટી ગયો હતો. આ દરમ્યાન તેના બાઉન્સરે એક જર્નલિસ્ટ સાથે ખરાબ વર્તન કર્યું હોવાનું બહાર આવ્યું છે. તેઓ આ ફિલ્મની સફળતા માટે કોલ્હાપુરના મહાલક્ષ્મી ટેમ્પલમાં ગયાં હતાં. આ દરમ્યાન એક જર્નલિસ્ટ તેમની સાથે વાતચીત કરવાની કોશિશ કરી રહ્યો હતો, પરંતુ તેના બાઉન્સરે તેની સાથે ખરાબ વર્તન કર્યું હતું. તેમ જ હોટેલમાં ઇન્ટરઍક્શન રાખવામાં આવી હતી ત્યારે તેની પીઆર ટીમ દ્વારા તેને બહાર કાઢી મૂકવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે. આ વાત બહાર આવતાં રિતેશે કહ્યું કે ‘જો તેને એવું લાગ્યું હોય કે અમારા દ્વારા તેની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું છે તો હું માફી માગું છું. મેં કોઈ મીટિંગ ઑર્ગેનાઇઝ નહોતી કરી. અમારા લગ્નજીવનને અગિયાર વર્ષ થયાં છે, પરંતુ અમે સાથે ક્યારેય આ મંદિરમાં નહોતાં આવ્યાં. આથી અમે સાથે પગે લાગવા માટે આવ્યાં હતાં. મને લાગે છે કે મંદિરમાં ફિલ્મો વિશે વાત કરવી યોગ્ય નથી. મહાલક્ષ્મીની કૃપા તારા પર પણ રહે.’