યશ ચોપડાની ‘ધ રોમૅન્ટિક્સ’માં રિશી કપૂરની ઝલક પણ દેખાશે

04 February, 2023 02:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યશ ચોપડાને સમર્પિત કરનારી ડૉક્યુ-સિરીઝ ‘ધ રોમૅન્ટિક્સ’માં રિશી કપૂરની ઝલક પણ જોવા મળવાની છે.

યશ ચોપડાની ‘ધ રોમૅન્ટિક્સ’માં રિશી કપૂરની ઝલક પણ દેખાશે

યશ ચોપડાને સમર્પિત કરનારી ડૉક્યુ-સિરીઝ ધ રોમૅન્ટિક્સ’માં રિશી કપૂરની ઝલક પણ જોવા મળવાની છે. ચાર પાર્ટની આ સિરીઝમાં બૉલીવુડનાં અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, હૃતિક રોશન, રણબીર કપૂર, રણવીર સિંહ અને અનુષ્કા શર્મા જેવા અનેક કલાકારો જોવા મળવાના છે. આ બધાએ યશ ચોપડા સાથે કામ કર્યું છે. વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટ​ફ્લિક્સ પર આ સિરીઝ ૧૪ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. યશ ચોપડાને ‘ફાધર ઑફ રોમૅન્સ’ કહેવામાં આવે છે. વાત કરીએ રિશી કપૂરની તો તેમણે યશ ચોપડાની ‘કભી કભી’ અને ‘ચાંદની’માં કામ કર્યું હતું. આ ડૉક્યુ-સિરીઝમાં યશ ચોપડા સાથેના રિલેશનને લઈને રિશી કપૂરનો ઇન્ટરવ્યુ દેખાડવામાં આવશે. આ સિરીઝને ડિરેક્ટ કરનારી સ્મૃતિ મુંધ્રાએ કહ્યું કે ‘રિશી કપૂર ન માત્ર એક આદર્શ ઍક્ટર હતા, પરંતુ તેમને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આખા એન્સાઇક્લોપીડિયાની માહિતી હતી. ઇન્ટરવ્યુના દિવસે જે તેમનો છેલ્લો હતો, તેઓ ચાર્મિંગ, વિદ્વાન 
અને તેમની સાથે જોડાયેલી યાદો તાજી કરવા માટે ઉત્સુક દેખાતા હતા. તેમનું નિધન સિનેમાના ઇતિહાસમાં ખૂબ મોટી હાનિ છે. તેમણે આપેલી 
માહિતી માટે હું હંમેશાં તેમની આભારી રહીશ.’

bollywood news entertainment news rishi kapoor yash chopra