કોવિડની સેકન્ડ વેવ પર આધારિત ફિલ્મમાં નર્સના રોલમાં દેખાશે રિચા

25 January, 2023 04:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મને અભિષેક આચાર્ય ડિરેક્ટ કરશે.

રિચા ચઢ્ઢા

રિચા ચઢ્ઢા કોવિડની સેકન્ડ વેવ પર આધારિત ફિલ્મમાં નર્સના રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું નામ હજી સુધી નક્કી નથી કરવામાં આવ્યું. આ ફિલ્મને અભિષેક આચાર્ય ડિરેક્ટ કરશે. સત્યઘટના પર આધારિત આ ફિલ્મમાં રિચા ફ્રન્ટલાઇન વર્કરના રોલમાં દેખાશે. ફિલ્મ વિશે રિચાએ કહ્યું કે ‘કોવિડની બીજી લહેર વખતની ઘટનાઓનો આપણે બધાએ અનુભવ કર્યો છે.

દુ:ખ અને નિરાશા વચ્ચે આશાનું એક કિરણ હતું. અજાણ્યા લોકોએ જે પ્રકારે ઉદારતા દેખાડી હતી એને જોઈને મેં સોશ્યલ ​મીડિયામાં ‘કાઇન્ડ્રાય’ નામની પહેલ શરૂ કરી હતી જેમાં કોવિડની બીજી લહેરમાં લોકો પોતાની ભલમનસાઈની અને નિઃસ્વાર્થ ભાવે કરવામાં આવેલી મદદની સ્ટોરી જણાવતા હતા. મહામારી દરમ્યાન આપણા બધા માટે જીવન મુશ્કેલ થઈ ગયું હતું. આપણને માણસ હોવાનો ડર લાગતો હતો, ફરજિયાત આપણે ડિસ્ટન્સ રાખવું પડતું હતું. ફિલ્મમાં ડૉક્ટર્સ અને નર્સે કરેલી નિઃસ્વાર્થ ભાવની સ્ટોરી હશે. મને એ વાતનો ગર્વ છે કે હું પણ એમાંની એક નર્સના રોલમાં જોવા મળીશ.’

entertainment news bollywood news bollywood gossips bollywood richa chadha upcoming movie