સાડી પહેરી હોવાથી દિલ્હીની રેસ્ટોરાંમાં મહિલાને એન્ટ્રી ન મળતાં ભડકી રિચા ચઢ્ઢા

24 September, 2021 03:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આપણાં કપડાંની નિંદા કરવી, આપણી ભાષાનું અપમાન કરવું એ પોસ્ટ કૉલોનિઝેશન ટ્રૉમાનો પુરાવો છે. આને કારણે જ ફાસીવાદ વધે છે અને એ ટ્રૉમામાં વધારો કરે છે. સાડી સ્માર્ટ છે, તમારી નીતિ નહીં.

રિચા ચડ્ડા

દિલ્હીની ‘અક્વિલા’ રેસ્ટોરાંમાં એક મહિલાને એટલા માટે એન્ટ્રી નહોતી મળી, કેમ કે તેણે સાડી પહેરી હતી. આ વાતથી રિચા ચઢ્ઢા ખાસ્સી રોષે ભરાઈ છે. એ મહિલાનો વિડિયો વાઇરલ થયો છે. એ વિડિયોમાં જ્યારે મહિલા અંદર જવાનો પ્રયાસ કરે છે ત્યારે તેને અટકાવવામાં આવે છે અને કારણ જણાવવામાં આવે છે કે ‘તમે સાડી પહેરી છે. સાડી સ્માર્ટ કૅઝ્‍યુઅલમાં નથી આવતી.’ અનીતા ચૌધરી નામની એ મહિલાના અકાઉન્ટ પરથી આ વિડિયો શૅર કરવામાં આવ્યો છે. આ ઘટના બાદ સૌકોઈ એ રેસ્ટોરાંના વર્તનની નિંદા કરી રહ્યા છે. આ રેસ્ટોરાંનો ઊધડો લેતાં ટ્‍‍વિટર પર રિચાએ ટ્વીટ કર્યું હતું, ‘આ અસભ્યતા છે. આપણાં કપડાંની નિંદા કરવી, આપણી ભાષાનું અપમાન કરવું એ પોસ્ટ કૉલોનિઝેશન ટ્રૉમાનો પુરાવો છે. આને કારણે જ ફાસીવાદ વધે છે અને એ ટ્રૉમામાં વધારો કરે છે. સાડી સ્માર્ટ છે, તમારી નીતિ નહીં.’
બીજી તરફ પ્રિયંકા ચોપડા જોનસની કઝિન મીરા ચોપડાએ પણ આ રેસ્ટોરાં પર નિશાન તાક્યું છે. ટ્‍‍વિટર પર મીરાએ ટ્વીટ કર્યું હતું, ‘અચ્છા તો દિલ્હીમાં સાડી પહેરેલી મહિલાઓને પરવાનગી નથી, કારણ કે તેમના મતે સાડી ‘સ્માર્ટ કપડાં’ નથી. ભારતીય પરંપરાનું અપમાન કરતાં આવાં સ્થાનોનો આપણે સૌએ વિરોધ કરવો જોઈએ. આવાં સ્થળોને બંધ કરવાની જરૂર છે.’

bollywood news bollywood bollywood gossips richa chadha richa chadda entertainment news delhi